February 13th 2016

સંકટમોચન

Ram_hanuman

.             . સંકટમોચન

તાઃ૧૩/૨/૨૦૧૬              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંકટ મોચન હનુમાનજી,જે અજબ શક્તિ ધારી કહેવાય
પ્રભુરામની કૃપા મળે,ત્યાં લંકાપતિ રાવણનુ દહન થાય
………..એ પવનપુત્ર હનુમાન,જે ને સંકટ મોચનથી ઓળખાય.
નિર્મળ  ભક્તિ સંગે જીવતા,પરમાત્માથી પરીક્ષા થાય
પવનપુત્ર છે અજબ શક્તિશાળી,સુર્યદેવને ગળી જાય
સીતામાની રક્ષા કરવા,રામની કૃપાએ સાગર તરીજાય
મોહની કેડી સ્પર્શી રાવણને,જે અધોગતી એ દોરી જાય
………..એ પવનપુત્ર હનુમાન,જે ને સંકટ મોચનથી ઓળખાય.
દેહ મળ્યો અવનીપર જીવને,લંકાપતિ રાવણ કહેવાય
અજબભક્તિ કરી રાજી કર્યા,જ્યાં ભોલેનાથ રાજી થાય
ભોલેનાથના ભક્તિ શાળી,ના  જગતમાં કોઇથી અંબાય
કળીયુગ અડે જ્યાં દેહને,ત્યાંજ  જીવ ખોટા માર્ગે દોરાય
………ત્યાં પરમાત્માની અજબદ્રષ્ટિએ,સંકટ હરનાર આવી જાય.

======================================

February 13th 2016

ભક્તિપુંજન

.                 .ભક્તિ પુંજન

તાઃ૧૩/૨/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળેળ દેહ અવનીએ,જીવનુ આગમન કહેવાય
નિર્મળ જીવન જીવવા,જલાસાંઇની ભક્તિ પુંજન થાય
………એ જ જીવને શાંન્તિ આપે,ને પુણ્ય કર્મથી જીવન બંધાય.
સરળજીવનની રાહ લેવા,શ્રધ્ધા એ ભક્તિપુંજન થાય
જીવને શાંન્તિ મળે કૃપાએ,જે  જીવનની રાહથી દેખાય
મનથી કરેલ કર્મ જીવનમાં,નિખાલસતાને આપી જાય
વર્ષે વર્ષા પરમાત્મા પ્રેમની,જે જન્મને સાર્થક કરી જાય
………એ જ જીવને શાંન્તિ આપે,ને પુણ્ય કર્મથી જીવન બંધાય.
ધર્મકર્મને સમજીને જીવતા,મનુષ્યજીવન પાવન થાય
ના અભિમાનની કેડી અડે,કે ના કોઇ મોહ જીવનમાંથાય
ભક્તિની સાચી રાહ પકડી લેતા,જલાસાંઇનું પુંજન થાય
આંગણે આવી કૃપા મળે જીવને,જે જન્મ સાર્થક કરી જાય
………એ જ જીવને શાંન્તિ આપે,ને પુણ્ય કર્મથી જીવન બંધાય.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%