February 22nd 2016

આગમન થાય

.              . આગમન થાય

તાઃ૨૨/૨/૨૦૧૬                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનમાં આનંદ અનેરો,જ્યાં આગમન પ્રેમથી થાય
વડીલનુ આગમન આશિર્વાદ,ને સંતાનનુ કુળ વધારી જાય ……….અજબકૃપા અવિનાશીની,જે જીવનમાં આગમનથી મળી જાય.
જીવને જન્મ મળે માનવીનો,જે માતાના પ્રેમથી જ મેળવાય
પતિનો પ્રેમ  જીવન સંગીનીને મળતા,સંતાનની પ્રાપ્તિ થાય કુદરતની આ સાંકળ નિરાળી,જે કર્મબંધનથી કુળ વધારી જાય
આ આગમન એ કુટુંબનીસાંકળ,જે માતાને સંતાનથીમળીજાય ……….અજબકૃપા અવિનાશીની,જે જીવનમાં આગમનથી મળી જાય. જન્મમૃત્યુએ બંધનજીવના,અવનીના આવનજાવનથી દેખાય
ઉંમરને ના આંબે  કોઈ જીવનમાં,બાળપણથી અંતે ઘરડા થાય જીવનની જ્યોત પ્રગટે ઉંમરે,જે હ્રદયના પ્રેમથી વરસતો જાય
મળે જ્યાં આશિર્વાદ વડીલના,જીવ પર સુખનુ આગમન થાય ……….અજબકૃપા અવિનાશીની,જે જીવનમાં આગમનથી મળી જાય. ==========================================