February 7th 2016

વિદાયની વેળા

.                  . વિદાયની વેળા

તાઃ૭/૨/૨૦૧૬                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવી જાવ અને વિદાય થાવ,જે દેહને બંધનથી જકડી જાય
જન્મમળે જીવને માબાપથી,ને મૃત્યુથી  કોઇથીયના છટકાય
……..અવનીપર આગમન વિદાય,જે પરમાત્માની દ્રષ્ટિએ જ મેળવાય.
લાગણી મનથી કરેલ જીવનમાં,જીવને સંગાથ આપતી જાય
રામનામનીમાળા જપતા,જીવને પરમાત્માનીકૃપા મળીજાય
માયાના બંધન સ્પર્શે જીવને,જે જગતપર દેહ મળતા દેખાય
અંતરમાંના ઉભરાને છોડતા,અવનીથી  જીવની વિદાય થાય
……..અવનીપર આગમન વિદાય,જે પરમાત્માની દ્રષ્ટિએ જ મેળવાય.
જીવનીજ્યોત પ્રગટે અવનીએ,જ્યાં દેહથી સત્કર્મ નિર્મળથાય
ના અપેક્ષા કોઇ મનમાં રાખતા,જીવને ઉજ્વળ રાહ મળી જાય
ભક્તિની છે અજબ શક્તિ જગતમાં,જે સાચી રાહ આપી જાય
વિદાયવેળાએ જલાસાંઇ કૃપાએ,જીવને મુક્તિમાર્ગ મળીજાય
……..અવનીપર આગમન વિદાય,જે પરમાત્માની દ્રષ્ટિએ જ મેળવાય.

****************************************************