February 15th 2016

ક્યાંથી આવ્યા

.               . ક્યાંથી આવ્યા

તાઃ૧૫/૨/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી આવ્યા ક્યાં જવાના,ક્યારે જવાના ના કોઇથી કહેવાય
અવનીપરનુ આગમન એ  દેહ છે,જે પ્રભુ કૃપા  એજ મેળવાય
…………અજબલીલા અવીનાશીની,જીવને જન્મમૃત્યુથી જ મળી જાય.
જીવનુ આગમન એ માબાપની કૃપા,દેહ મળતા સંબંધ થાય
દેહને મળેલ આશિર્વાદ જીવનમાં,નિર્મળ રાહ જ  આપી જાય
પુણ્યકર્મ એ કૃપા જગતપિતાની,જે સાચીભક્તિએ મળી જાય
પ્રેમ નિખાલસ પામતા,ઉજ્વળ જીવનની જ્યોત પ્રગટી જાય
…………અજબલીલા અવીનાશીની,જીવને જન્મમૃત્યુથી જ મળી જાય.
કર્મ એતો છે જીવનુ બંધન,જગતમાં ના કોઇ જીવથી છટકાય
સંતજલાસાઈંની નિર્મળરાહે,જીવને જીવનની રાહ મળી જાય
શ્રધ્ધાસબુરીને સાચવી લેતા,મળેલ માનવજીવન મહેંકી જાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં અન્નદાનની સાચીકેડી મેળવાય
…………અજબલીલા અવીનાશીની,જીવને જન્મમૃત્યુથી જ મળી જાય.

=========================================