February 3rd 2016

માડીનો પ્રેમ

.               . માડીનો પ્રેમ

તાઃ૩/૨/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા ગુણલા ગાતા,જીવને અનંત સુખ મળી જાય
પાવનરાહ મળતા જીવને,શ્રધ્ધાએ માડી કૃપા થઈ જાય
…………નિર્મળ ભક્તિભાવ મળે જીવને,જ્યાં માડીનો પ્રેમ મળી જાય.
આંગણેઆવી રાહ જોઉ મા,આવી આ ઘર પાવન કરી જાય
શ્રધ્ધા રાખી માડી દર્શન કરવા,મારા અંતરમાં આનંદથાય
મારુ તારુની માયાને છોડતા,જીવને ભક્તિ રાહ મળી જાય
ના માગણી ના મોહ સ્પર્શે જીવને,જ્યાં માતારી કૃપા થાય
…………નિર્મળ ભક્તિભાવ મળે જીવને,જ્યાં માડીનો પ્રેમ મળી જાય.
પળે પળ ના હાથમાં માનવીના,જે સમય સમયે સમજાય
મનથીકરેલ માળા માડીની,દેખાવની દુનીયા ભગાડી જાય
કૃપાનીકેડી પામવા માડી તારી,સાચીભક્તિ અંતરથી થાય
શ્રધ્ધા પ્રેમને સ્વીકારી મા,અંતે જીવને મુક્તિરાહ મળી જાય
…………નિર્મળ ભક્તિભાવ મળે જીવને,જ્યાં માડીનો પ્રેમ મળી જાય.

========================================