અપેક્ષાના વાદળ
. .અપેક્ષાના વાદળ
તાઃ૯/૨/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જળહળતી જ્યોત જીવનની,કરેલ સત્કર્મથી સ્પર્શી જાય
માનવદેહની શીતળકેડીએ,પરમાત્માની કૃપામળી જાય
……..ના અપેક્ષાના કોઇ વાદળ રહે,જ્યાં નિર્મળ જીવન જીવી જવાય.
દેહ મળે છે જીવને અવનીએ,જે કર્મના બંધનથી સંધાય
જન્મો જન્મના સંબંધ જીવના,લાગણી મોહથીજ બંધાય
દેહ મળે જીવને અવનીએ,ત્યાં દેહના સંબંધથી સમજાય
કુદરતની છે આ અજબલીલા,જે જન્મોજન્મથી મેળવાય
………ના અપેક્ષાના કોઇ વાદળ રહે,જ્યાં નિર્મળ જીવન જીવી જવાય.
જન્મ મળે છે જીવને માબાપથી,મૃત્યુથી ના કોઇથી છટકાય
બંધન પ્રેમના સ્પર્શે છે જીવને,જે નિર્મળ પ્રેમથી મળી જાય
ના જીવની કોઇ અપેક્ષા રહે,કે નાકોઇ માગણી પણ રહીજાય
એજ કૃપા પરમાત્માની,જે જીવની સાચીશ્રધ્ધાએ મળીજાય
………ના અપેક્ષાના કોઇ વાદળ રહે,જ્યાં નિર્મળ જીવન જીવી જવાય.
========================================