August 1st 2017

કર્મ અને ધર્મ

.         .કર્મ અને ધર્મ   

તાઃ૧/૮/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને લાવે કરેલ કર્મ અવનીપર,જે દેહ મળતા જીવને સમજાય
પાવનરાહની પવિત્રકેડી મળે દેહને,જે પવિત્ર ધર્મથી પકડાઇજાય
....અજબલીલા છે ગજાનંદ ગણપતિની,જે તેમની પકડેલ કલમથી મેળવાય.
આગમન અને વિદાય જીવનો,એ કરેલકર્મના બંધનથી મળી જાય
કુદરતની પાવનરાહ મળે અવનીપર,જે દેહના કરેલ કર્મથી લેવાય
અભિમાન કે માનને દુરરાખીને જીવતા,જીવનમાં સરળતા મેળવાય
એજ કર્મબંધન છે જીવના,જે અવનીપર અનેકદેહ મળે સ્પર્શીજાય
....અજબલીલા છે ગજાનંદ ગણપતિની,જે તેમની પકડેલ કલમથી મેળવાય.
પવિત્રકુળના સંતાન ગણપતિ,જેના માતા પાર્વતી ને પિતા ભોલેનાથ
અજબ શક્તિશાળી છે ભોલેનાથ,જે પવિત્રધર્મને સમજીનેજ જીવાય
હિંદુધર્મ એ પવિત્રધર્મની જ્યોત છે,જે અનેકજીવોને રાહ આપી જાય
કરેલ કર્મ એજ ધર્મથી સ્પર્શે દેહને,એ જીવનેપાવન પ્રેમ આપી જાય
....અજબલીલા છે ગજાનંદ ગણપતિની,જે તેમની પકડેલ કલમથી મેળવાય.
=========================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment