September 8th 2017

ભક્તિનો સ્પર્શ

.              .ભક્તિનો સ્પર્શ 
તાઃ૮/૯/૨૦૧૭                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ પરમાત્માનો પ્રેમ પામતા,માનવદેહને સરળજીવન મળી જાય
અદભુતલીલા છે અવિનાશીની જગતપર,જે નિર્મળ ભક્તિ એજ સમજાય
.....એજ પાવનકર્મ જે દેહને સ્પર્શે,એજ જન્મ મરણના સંબંધને આપી જાય.
નિખાલસ ભાવથી કરેલ ભક્તિ,જીવને પાવનરાહે પવિત્રકેડીએ લઈ જાય
કર્મના બંધન એજ દેહને સ્પર્શે,જે જીવને દેહ મળતા અનુભવ થઈ જાય
ઉજવળ પ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,જે દેખાવની દુનીયાને આંબી જાય
મળતી માયાને મળતા મોહને સમજી લેતા,કર્મનીકેડી જીવન સુધારી જાય
.....એજ પાવનકર્મ જે દેહને સ્પર્શે,એજ જન્મ મરણના સંબંધને આપી જાય.
કુદરતની સાંકળ છે અદભુત અવનીપર,જે જીવોને અનેક માર્ગે લઈ જાય
સરળ જીવન એજ કૃપા પરમાત્માની,જે જીવનમાં માનવતા મહેંકાવી જાય
લઘર વઘર એ કળીયુગથી અડકે દેહને,જગતમાં ના કોઇનાથીય છટકાય
આગમન વિદાય એતો છે કુદરતનીલીલા,સરળ જીવન જીવતાએ સમજાય
.....એજ પાવનકર્મ જે દેહને સ્પર્શે,એજ જન્મ મરણના સંબંધને આપી જાય.
==========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment