November 6th 2018

માતાજી પધારો

.            .માતાજી પધારો  

તાઃ૬/૧૧/૨૦૧૮                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રદીવસ દીવાળીનો આવ્યો,મા તમે પ્રેમથી પધારી કૃપા કરજો
પાવનરાહ મળે તમારા પ્રેમે જીવનમાં,જે સુખશાંંન્તિને આપી જાય
......તનમનથી વંદન કરુ મા તમને,સંતાન છુ તમારો જીવનમાં સાથે રહેજે.
સવારસાંજ મા પ્રાર્થના કરી,શ્રધ્ધાભાવથી પરિવાર સહીત વંદન કરૂ 
નિર્મળ જીવનની પાવનરાહ આપી તમે,ના કોઇ અપેક્ષા અડી જાય
ના મોહમાયાનો સ્પર્શ થાય જીવનમાં,જે તમારી પરમકૃપાજ કહેવાય
મળેલ માનવદેહને પાવનરાહ આપજો માડી,અનંતશાંંન્તિની વર્ષાથાય
......તનમનથી વંદન કરુ મા તમને,સંતાન છુ તમારો જીવનમાં સાથે રહેજે.
જીવનમાં તમારીકૃપા મળતી જાય,એ તમારા આગમનથી સ્પર્શી જાય
અનંત શક્તિશાળી કૃપાછે માડી તમારી,જીવનમાં પાવનરાહ દઈ જાય
પ્રેમથી પધારજો કુળદેવી મા કાળકા,મળેલ જન્મનેય સાર્થક કરજો મા
આવનજાવનનો સ્પર્શ નારહે જીવને,સંગે પરિવારને મુક્તિ આપજો મા
......તનમનથી વંદન કરુ મા તમને,સંતાન છુ તમારો જીવનમાં સાથે રહેજે.
==========================================================

































November 5th 2018

અદભુત કૃપા

.               .અદભુત કૃપા   

તાઃ૫/૧૧/૨૦૧૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માનવદેહને અનુભવનીગંગાનો સંગાથ મળે,જીવનમા અનેકરાહ એ આપી જાય
કુદરતની આ અદભુતકૃપા અવનીપર,અનેક જન્મના સબંધથી દેહને મળી જાય
.....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાએ જ સમજાય.
દેહ મળેલ જીવને સગાસંબંધીઓનો સહવાસ,જે દેહને અનેક સાથ આપી જાય
આગમનવિદાયની કેડી એતો દેહને,કરેલ કર્મનાસંબંધથી જીવનમાંરાહ દઈ જાય
પાવનરાહનો સાથમળે દેહને અવનીપર,જ્યાં નિર્મળભાવથી શ્રધ્ધા ભક્તિ કરાય
ના જીવનમાં કોઇ આશા રહે દેહની,કે ના કદી કોઇ અપેક્ષા જીવનમાં રખાય 
.....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાએ જ સમજાય.
નિર્મળજીવનનો સંગાથ મળે પ્રભુકૃપાએ,જે દેહને અનેકરીતે શાંંન્તિ આપી જાય
મળેલ માનવ દેહને પવિત્ર કર્મનો સંગાથ મળે,જે પરિવારને ઉજવળ કરી જાય
કરેલ કર્મ એજ જીવનો સંબંધ છે અનેકદેહથી,જે સમય સમયે મળતો થઈ જાય
એ લીલા છે પરમાત્માની અવનીપર,જે જીવને આગમનવિદાયનો સંગંધ દઈજાય
.....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાએ જ સમજાય.
================================================================
November 4th 2018

લાડલી દીપલ

.             .લાડલી દીપલ

તાઃ૪/૧૧/૨૦૧૮    (જન્મ દીવસ)     પ્રદીપ બ્રહ્મભટ્ટ
               
લાડલી અમારી વ્હાલી દીકરી,દીપલનો આજે જન્મ દીવસ ઉજવાય
પ્રેમની પાવનકેડી પકડી ચાલતી દીકરીને,માબાપનો પ્રેમ મળી જાય
.....એવી લાડલી દીપલને જીવનસાથી નિશીતકુમારનો અનંતપ્રેમ મળી જાય.
મળેલ દેહને પાવન રાહ મળી કૃપાએ,જ્યાં કુળદેવી માતાની કૃપા થાય
પવિત્રપ્રેમ મળ્યો વડીલોનો જીવનમાં,જે સફળતાનો સંગાથ આપી જાય
સમયને પારખી ચાલતા જીવનમાં,પરમાત્માનો પરમપ્રેમ પણ મળી જાય
મળે પપ્પામમ્મીના આશિર્વાદ જન્મદીને,સંગે ભાઇરવિનો પ્રેમ મળી જાય
.....એવી લાડલી દીપલને જીવનસાથી નિશીતકુમારનો અનંતપ્રેમ મળી જાય.
સફળતાનો સંગાથ મળ્યો જીવનમાં,જે તનમનધનથી શાંંન્તિ આપી જાય
જન્મદીવસની પાવનયાદ જીવને સંતોષદઈ,પાવનકર્મની રાહ આપી જાય
પરમકૃપા સંત જલાસાંઇની મળે,જે નિર્મળભાવનાથી ભક્તિ કરાવી જાય
પવિત્રપ્રેમનો સંગાથ મળે સગાસંબંધીઓનો,જે અખંડ શાંન્તિ આપી જાય
.....એવી લાડલી દીપલને જીવનસાથી નિશીતકુમારનો અનંતપ્રેમ મળી જાય.
============================================================
     અમારી લાડલી દીકરી દીપલનો આજે જન્મ દીવસ છે તે નીમિત્તે ભગવાનને
વંદન કરી પ્રાર્થના કરી વિનંતી કરીએ કે અમારી દીકરી આપનીકૃપા અખંડ મેળવી
સુખશાંંન્તિ મેળવી પવિત્ર જીવન જીવે.
       લી.પપ્પા,મમ્મી સહિત પરિવારના જય જલારામ.      
============================================================

 

November 2nd 2018

સુર્યદેવ કૃપા

.              .સુર્યદેવ કૃપા

તાઃ૨/૧૧/૨૦૧૮                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રી સુર્યદેવ પ્રત્યક્ષદેવ છે અવનીપર,જે લાખો વર્ષોથી દર્શન આપી જાય
જીવને મળેલદેહનો સંબંધછે સમયનો,એ સવારસાંજથી ચાલતો થઈ જાય
......પરમકૃપાળુ સુર્યદેવ છે જગતપર,જે મળેલદેહને પ્રત્યક્ષ દર્શન આપી જાય.
સવાર એ પ્રત્યક્ષ ઉદય છે સુર્યદેવનો,જગતપરના દેહોને કર્મ આપી જાય
ઉજવળરાહની ચીંધે આંગળી દેહને,જે દેહને પવિત્રકર્મથીજ સમજાઈ જાય
અનેકદેહ લીધા છે પરમાત્માએ,જે સમયની સાથે આવનજાવન લઈ જાય
પવિત્રભુમી ભારતછે અવનીપર,જ્યાં દેહલઈ જીવોને ભક્તિરાહઆપી જાય
......પરમકૃપાળુ સુર્યદેવ છે જગતપર,જે મળેલદેહને પ્રત્યક્ષ દર્શન આપી જાય.
સત્કર્મની રાહમળે મળેલ દેહને,જ્યાં પ્રભાતે સુર્યદેવને શ્રધ્ધાએ અર્ચના થાય
ૐ હ્રીંમ સુર્યાય નમઃના સ્મરણથીજ,પરમ કૃપાળુ સુર્યદેવની કૃપા થઈ થાય
સંધ્યાકાળના સમયે દર્શન કરી વંદન કરતા,મળેલ માનવજીવન મહેંકી જાય
સરળતાનો સંગાથ મળે જીવને,જે દેહ મુકતા જીવને મુક્તિમાર્ગ મળી જાય 
......પરમકૃપાળુ સુર્યદેવ છે જગતપર,જે મળેલદેહને પ્રત્યક્ષ દર્શન આપી જાય.
============================================================
November 2nd 2018

જીવનો દેહ

.             .જીવનો દેહ        

તાઃ૨/૧૧/૨૦૧૮                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપરના આગમનનો સંબંધ,જીવને અનેકદેહ મળતા અનુભવાય
કર્મનીકેડી એ સંબંધ છે દેહના,જે ગતજન્મથી થયેલ કર્મ દોરી જાય
....એ અવનીપર અનેકદેહથી ઓળખાય,જે પશુપક્ષીપ્રાણીમાનવથી ઓળખાય.
મળેલ માનવ દેહને કર્મની કેડી મળે,જે જીવનમાં કર્મ થતા સમજાય
બીજા અનેકદેહ છે અવનીપર,જેને કદીય ના કોઇ જ સમજણ થાય
અદભુત લીલા અવીનાશીની છે જગત પર,જે સમય સમયે જ દેખાય
માનવજીવનની છે એકજ કેડી,જે નિર્મળજીવન જીવતા અનુભવ થાય
....એ અવનીપર અનેકદેહથી ઓળખાય,જે પશુપક્ષીપ્રાણીમાનવથી ઓળખાય.
નિરાધાર દેહ મળે જીવને જગતપર,જેને પશુપક્ષીપ્રાણીજાનવર કહેવાય
પરમાત્માની આ કેડી કહેવાય,જે થયેલ કર્મના બંધને દેહ આપી જાય 
જીવને મળેલ માનવદેહને પાવનરાહ મળે,જ્યાં શ્રધ્ધારાખી ભક્તિ થાય
નિર્મળરાહ મળે પ્રભુની જીવને,જે અનેક સ્વરૂપે ધરતીપર આવી જાય 
....એ અવનીપર અનેકદેહથી ઓળખાય,જે પશુપક્ષીપ્રાણીમાનવથી ઓળખાય.
===========================================================

	
November 1st 2018

જલાસાંઇની જ્યોત

.            .જલાસાંઇની જ્યોત   
તાઃ૧/૧૧/૨૦૧૮                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર પાવન દેહ લઈને આવ્યા ભારતમાં,જે પરમાત્માની કૃપા આપી જાય
મળેલ માનવદેહથી જીવોને પવિત્ર ભક્તિથી,પાવનરાહે સુખશાંંન્તિ દઈ જાય
......ગુરૂવારના પવિત્રદિવસે શ્રધ્ધાભાવનાથી ભક્તિકરતા,જીવને પાવનકર્મ મળી જાય.
સમય પારખી જીવન જીવતા અવનીપર,મળેલ દેહને અનેક અનુભવો થાય
ઉંમર એજ દેહનોસંબંધ જગતપર,જે અનેકમાર્ગથી મનુષ્યને જીવનમાં દેખાય
સરળજીવનનો સંગાથ મળે,જ્યાં શ્રધ્ધાએ સંતજલાસાંઈની ભક્તિપ્રેમથી થાય
ૐ શ્રી સાંઇનાથાય નમઃ સ્મરતા,સંગે જય જલારામ જય જલારામને સ્મરાય
......ગુરૂવારના પવિત્રદિવસે શ્રધ્ધાભાવનાથી ભક્તિકરતા,જીવને પાવનકર્મ મળી જાય.
નિર્મળજીવનની રાહ મળે જલાસાંઇકૃપાએ,જે કળીયુગની કેડીથી દુર લઈ જાય
મોહમાયાનો નાસાથ મળે દેહને જીવનમાં,એજ પરમાત્માની પરમકૃપા કહેવાય
પરમકૃપાએ દેહ લઈ આવ્યા અવનીપર,જે માનવ દેહને પાવનરાહે દોરી જાય
સંસારનો સંગાથલઈ વીરપુરમાં જન્મલીધો,સંગે વીરબાઈ માતા પણ ઓળખાય
......ગુરૂવારના પવિત્રદિવસે શ્રધ્ધાભાવનાથી ભક્તિકરતા,જીવને પાવનકર્મ મળી જાય.
=================================================================
« Previous Page