October 14th 2020

. .શાંન્તિ મળે
તાઃ૧૪/૧૦/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં શાંંતિ મળે,જ્યાં સમયસંગે માનવી ચાલી જાય
કુદરતની આ અજબકેડી છે જગતપર,નાકોઇ દેહથી કદીય દુર રહી જવાય
.....એજ અદભુત કૃપા પરમાત્માની અવનીપર,જે સમય સમયેજ સમજાઈ જાય.
કર્મના બંધન જીવને મળેલદેહને,જે ગતજન્મે થયેલકર્મના સંબધથી મેળવાય
જીવનમાં અનેકરાહ મળે માનવદેહને,જે શ્રધ્ધાના સંગે રહેતા દેહને સમજાય
પાવનકર્મનીરાહ મળે દેહને જીવનમાં,જ્યાં પવિત્રકર્મનીરાહ કૃપાથી મળીજાય
ના અપેક્ષાની કોઇ આશા રહે દેહને,જે સત્કર્મનો સંગાથ સમય આપી જાય
.....એજ અદભુત કૃપા પરમાત્માની અવનીપર,જે સમય સમયેજ સમજાઈ જાય.
જીવને મળેલદેહને સંસારની સાંકળ નાબંધાય,જ્યાં પરમાત્માની ભક્તિ કરાય
કૃપા મળે પરમાત્માની દેહને જીવનમાં,એજ સમયસંગે પાવનરાહ આપી જાય
મળેલ કર્મની કેડી જીવના દેહની,જે મળેલ માનવદેહની મહેંક પ્રસરાવી જાય
જગતપર સમય નાપકડાય કોઇથી,પણ સમયપારખી ચાલતા શાંંતિ મળીજાય
.....એજ અદભુત કૃપા પરમાત્માની અવનીપર,જે સમય સમયેજ સમજાઈ જાય
************************************************************