October 3rd 2020

. પવિત્રરાહ
તાઃ૩/૧૦/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને અવનીપર,પવિત્રરાહ મળે જે પરમાત્માની કૃપાએ થાય
જીવનમાં સમયનો સંગાથ મળે મળેલદેહને,એજ શ્રધ્ધા ભાવથી મળી જાય
....એજ કૃપા પરમભક્ત હનુમાનની,જે પરમાત્મા શ્રીરામના દેહથી મળી જાય.
પાવનરાહ જીવનમાં મળે નિર્મળભક્તિએ,જે દેહને સરળજીવન આપી જાય
કુદરતની લીલા છે અવનીપર,જે સમયસંગે મળેલદેહને કર્મનીકેડીએ દેખાય
વાણીવર્તન એ સ્પર્શ સમયનો,જે જીવના માનવદેહના આગમનથી સમજાય
મળેલ દેહથી થયેલકર્મ એજ જીવનાબંધન,જે અવનીપર આગમનથી દેખાય
....એજ કૃપા પરમભક્ત હનુમાનની,જે પરમાત્મા શ્રીરામના દેહથી મળી જાય
મળ્યો પવિત્રદેહ માતાઅંજની કૃપાએ,જે શ્રીપવનપુત્રથી જગતમાં ઓળખાય
પવિત્રરાહ પરમાત્માએ દીધી દેહને,એ શ્રીરામના પરમ ભક્ત પણ થઈ જાય
હનુમાનજીના દેહને સંગાથ મળ્યો ગદાનો,જે રાજારાવણને મારવા દોડી જાય
લંકામાં અભિમાની રાવણનુ દહન કરી,સીતામાતાને શ્રીરામ સંગે લાવી જાય
....એજ કૃપા પરમભક્ત હનુમાનની,જે પરમાત્મા શ્રીરામના દેહથી મળી જાય
************************************************************
No comments yet.