October 5th 2020
***
***
. .ભોલેનાથનો પ્રેમ
તાઃ૫/૧૦/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી ભારતદેશને,જે પરમાત્માના અનેકદેહથી મેળવાય
પવિત્રદેહ શંકર ભગવાનનો છે,જે સંગે પત્નિ પાર્વતીને લાવી જાય
....પરમાત્મા ભોલેનાથથીય ઓળખાય,જે ભારતમાં પવિત્રગંગા વહાવી જાય.
અવનીપરના આગમનને પારખી લેતા,જીવને પવિત્રસંતાન મળી જાય
મળેલદેહને સંગાથમળે સમયે,રાજા દક્ષની દીકરી પાર્વતી પત્નિ થાય
કુળને આગળ લઈ જાય અવનીપર,સંતાન ગણેશને કાર્તિક થઈ જાય
સમય સંગે ચાલતા જીવનમા,ગણેશને ગૌરીનંદન ગજાનંદ પણ કહેવાય
....પરમાત્મા ભોલેનાથથીય ઓળખાય,જે ભારતમાં પવિત્રગંગા વહાવી જાય.
ડમ ડમ ડમરુ વાગે ભગવાનનુ,જે ભક્તોને પાવન પ્રેરણા આપી જાય
ૐ નમઃ શિવાયનાસ્મરણથી,ભક્તને મળેલદેહને પાવનરાહ આપી જાય
માતા પાર્વતીનો પ્રેમમળે કૃપાએ,શ્રીગણેશજી ભાગ્ય વિધાતા થઈ જાય
પવિત્રપ્રેમની રાહ મળે દેહને,જીવને જન્મમરણના બંધનથી છોડી જાય
....પરમાત્મા ભોલેનાથથીય ઓળખાય,જે ભારતમાં પવિત્રગંગા વહાવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
No comments yet.