June 22nd 2010
પ્રેમની ઓળખાણ
તાઃ૨૨/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મન મળે ત્યાં મળે પ્રેમ,જે અંતરથી ઓળખાય
પ્રેમની સાચી કેડીને જોતાં,માનવમન મલકાય
……….મન મળે ત્યાં મળે પ્રેમ.
માયાના બંધન તો સૌને,ના કોઇથી એ છોડાય
રાજા,રંક કે પ્રાણીપશુ,જગે સૌને એસ્પર્શી જાય
ઉજ્વળજીવન આવે આંગણે,પ્રેમ જ્યાં પરખાય
મનનેશાંન્તિ ને ટળેવ્યાધી,એજ જીવન કહેવાય
……….મન મળે ત્યાં મળે પ્રેમ.
આવે અચાનક વણ માગ્યો,ઉભરો પ્રેમનો દેખાય
સમયને પારખી સમજી લેતાં,ના એ વળગીજાય
મળે મોહની સંગે માયા,જે સમયથી ના અજાણ
આજેઆવી કાલેભાગે,ત્યાંપ્રેમની ઓળખાણ થાય
………..મન મળે ત્યાં મળે પ્રેમ.
લાગણીના સુર અલગ છે,જે સમયને દઇદે તાલ
આવેઅચાનક જાયઅચાનક,એ ભયાનક કહેવાય
સરળ જીવનમાં ખાડોબનતાં,જીવન ડગમગ થાય
કુદરતનીએકલપડાકે,સાચાપ્રેમની ઓળખાણથાય
………..મન મળે ત્યાં મળે પ્રેમ.
+++++++++++++++++++++++++
June 21st 2010
જીવનો સહારો
તાઃ૨૧/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળા કુદરતની અતિ નિરાળી,જીવથી એ સમજાય
જન્મ મળતાં અવનીપર તેને,દેહથી પરખાઇ જાય
……….કળા કુદરતની અતિ નિરાળી.
માનવ જન્મ મળતાં જીવને,અનેક સોપાનો દેખાય
જન્મને સાર્થક કરવા તેને,માર્ગ ઘણાય મળી જાય
ભક્તિમાર્ગને પકડી લેતાં,તો જન્મ સફળ થઇ જાય
કળીયુગની ભક્તિને છોડતાં,મનથી જ એ મેળવાય
………..કળા કુદરતની અતિ નિરાળી.
દેહ મળે જ્યાં પ્રાણીનો,જીવને વ્યાધીઓ મળીજાય
ભુખતરસની ચિંતા એવી,નાબહાર તેનાથી અવાય
ડગલે પગલે શોધરાખતાં,ડગમગ જીવનને જીવાય
ચેતનતાનો સંગછુટે ત્યાં,કોઇ માળો પણ તોડીજાય
………..કળા કુદરતની અતિ નિરાળી.
ભક્તિનો એક સંગસાચો,જે માનવ દેહથી સમજાય
પળપળ પારખીચાલતાં,વ્યાધીઓ પણ અટકીજાય
મળીજાય સાચા સંતનો સંગ,તો પ્રભુકૃપા મેળવાય
જલાસાંઇની રાહ મેળવતાં,જીવને સહારો મળીજાય
………..કળા કુદરતની અતિ નિરાળી.
============================
June 19th 2010
થયેલ ભુલ
તાઃ૧૯/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પહેલી ભુલને હું માફ કરું,બીજીને કરે ભગવાન
ત્રીજી ભુલે થાપટ પડે,જ્યાં ધાવણ આવે યાદ
………..પહેલી ભુલને હું માફ કરું.
ભુલાય જ્યાં સાંકળ સીધી,ત્યાં ભુલ શરૂ થાય
માને જ્યાં તે સાચીકેડી,ત્યાં વ્યાધી વધીજાય
……….પહેલી ભુલને હું માફ કરું.
કરતાં કામ જીવનમાં,જ્યાં શ્રધ્ધાને સચવાય
ધીમી ગતીએ ચાલતાં,જીવન સરળ થઇજાય
………..પહેલી ભુલને હું માફ કરું.
આગમન અવનીપર,માબાપની કૃપાએ થાય
વર્ષે એકવાર વ્હાલ કરી,ના તેમને તરછોડાય
………..પહેલી ભુલને હું માફ કરું.
સંસ્કાર સાચવી પકડુ પાની,ભુલબધી સમજાય
આશીર્વાદ મળે હેતથી,ત્યાં જીંદગી સુધરીજાય
……….પહેલી ભુલને હું માફ કરું.
માનવજીવન મહેંકીરહે,જ્યાં સમયને સચવાય
મતીનેમળે રાહજીવનની,ત્યાં ભુલ કદીનાથાય
……….પહેલી ભુલને હું માફ કરું.
++++++++++++++++++++++++++++
June 14th 2010
નારીદેહનો ઉપકાર
તાઃ૧૪/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવું પહેરીને ભડકે નારીથી,ક્યાં મર્દાનગી ચાલી ગઇ
જન્મ મળ્યો સ્ત્રીદેહથી જગમાં,કળીયુગી હવા દેખાઇ ગઇ
………..ભગવું પહેરીને ભડકે નારીથી.
પરમાત્માનો પ્રેમ જીવથી,ના માયામુર્તિથી એ મેળવાય
દેખાવ છે આ કળીયુગી ખોટો,જે જગે દમડી એજ દેખાય
અવનીપરના આગમનમાં છે,માતાપિતાનો જ સહવાસ
પતિપત્નીના પ્રેમની સીડી જગે,સંતાન જન્મતા દેખાય
……….ભગવું પહેરીને ભડકે નારીથી.
જન્મ મળતાં જીવને અવનીએ,ના ભગવું ક્યાંય દેખાય
માતા પિતાનો પ્રેમ મળતાં તો,જીવન પણ મહેંકી જાય
દુનીયાની ઝંઝટથી છુટવા,જીવને રસ્તાઅનેક મળીજાય
ભગવું પહેરવુ એ સરળ રસ્તો,જ્યાં દેહ આરામે લબદાય
…………ભગવું પહેરીને ભડકે નારીથી.
નાતાકાત જગતમાં કોઇની,કે જીવનુ કલ્યાણ કરી જાય
પોતાનાશરીરની જ્યાંવ્યાધીઓ,ત્યાં કોઇનું ક્યાંથીથાય
સતયુગની સાંકળમાંજોતાં,સંસારમાં જ સાચાસંતો થાય
નોકરી,ધંધો કે નાઆવકમળતાં,દેહે ભગવું પહેરાઇ જાય
…………ભગવું પહેરીને ભડકે નારીથી.
યુગો યુગોની સૃષ્ટિ જોતાં,પ્રભુની અઢળક કૃપા જ દેખાય
અવનીપર જીવને નારી થકી લાવી,જન્મસફળ કરીજાય
જગમાંશક્તિ મા દુર્ગા,મા કાલીકા,મા સરસ્વતી કહેવાય
મળે આશીશ જ્યાં સ્ત્રી દેહથી,ત્યાં જન્મ સફળ થઇ જાય
………….ભગવુ પહેરીને ભડકે નારીથી.
********************************
June 13th 2010
સમયની શોધ
તાઃ૧૩/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને ક્યારનો શોધુ છું,પણ મને મળતો નથી
અહીંતહીં ક્યારનો ફરુ છું,છતાંય એ જડતો નથી
…………સમયને ક્યારનો શોધુ છું.
બાળપણમાં બારાખડીમાં,હું ઘુમતો રહ્યો પળવાર
એકડો બગડો શીખી જતાં,પાસ થઇ ગયો હું બાર
……….સમયને ક્યારનો શોધુ છું.
આગળ પગલું માંડવા,હું ચાલ્યો પછી કૉલેજ કાજ
મનમાં એમકે સમયમળશે,પણ નાઆવ્યો એ દ્વાર
………..સમયને ક્યારનો શોધુ છું.
ભણતરની સીડીમેળવી,સોપાને મળી જીંદગીસાથ
પ્રેમની પકડી કેડીજીવનમાં,મળીગયો મને સંસાર
……….સમયને ક્યારનો શોધુ છું.
સંસારીની સાંકળમાં જાતાં,સમય ના પકડાયો ભઇ
મનમાં એમકે આજેકેકાલે મળશે,પણ દેખાયો નહીં
……….સમયને ક્યારનો શોધુ છું.
જીંદગીની ચાલતી ગાડીએ,ઘડપણની અસર થઇ
પ્રભુ ભજવાનો સમયગયો,નાપકડી શક્યો હું અહીં
…………સમયને ક્યારનો શોધુ છું.
=============================
June 11th 2010
અદેખાઇ ચાલી
તાઃ૧૧/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ પાવનજીવન જીવાય,જ્યાં મહેનત મનથી થાય
માયામોહને પાછળ મુકાય,ત્યાંથી અદેખાઇ ચાલીજ જાય
………..ઉજ્વળ પાવન જીવન જીવાય.
આજને પકડી ચાલતા જીવનમાં,મુંઝવણને દુર જ કરાય
મન મનાવીને ચાવી શોધતાં,કેડી સફળતાની મળીજાય
આગળ પાછળને જોઇ ચાલતાં,ત્યાં આજુબાજુ ને ભુલાય
મળે સફળતાનાસોપાન દેહને,જીવને શાંન્તિ આપી જાય
………..ઉજ્વળ પાવન જીવન જીવાય.
ઇર્ષા આપી જ્યાં પારકાને,ત્યાં મહેનત મળતી દેખાય
કરતા કામે વિશ્રાસ રાખતાં,સફળતા નજીક આવીજાય
મળેલ કામમાં લગન લાગતાં,શ્રધ્ધાપણ વધતી જાય
મળીજાય સિધ્ધી ને નામ,જે સાચી લાયકાતે મેળવાય
…………ઉજ્વળ પાવન જીવન જીવાય.
માનવમનને વળગી ચાલે,કળીયુગે મોહમાયા કહેવાય
અદેખાઇ પણ આગળ આવે,જ્યાં મનને મુંઝવણ થાય
કૃપાપ્રભુની થોડી મળતાં,ઉજ્વળતા જીવનમાં સહવાય
ભાગી જાય અદેખાઇ જ્યાંથી,ત્યાં માનવતામહેંકી જાય
……….ઉજ્વળ પાવન જીવન જીવાય.
((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((
June 9th 2010
ધીરજ
તાઃ૯/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તનમનથી થતાં કામમાં,જીવનમાં સાથ મળી જાય
ધીરજ રાખી કરેલ કામ સૌ,શ્રધ્ધાએ સફળ થઇ જાય
……….તનમનથી થતાં કામમાં.
ધગસ રાખેલ કામમાં,સાથે મહેનત મનથી જ થાય
સફળતાનો સહવાસ લેવા,મનથી ધીરજને મેળવાય
આવતા થોડી વાર જ લાગે,પણ સોપાન મળી જાય
જે મેળવી જીવનુ જગતમાં,ઉજ્વળ જીવન થઇ જાય
…………તનમનથી થતાં કામમાં.
ભણતરના સોપાને સંતાન,મનથી મહેનત કરી જાય
પરિણામની નારાહ નડે,જ્યાં સાચી કેડીએજ ચાલાય
વિચાર મનમાં આવતાં,વિચારીને જ પગલુછે ભરાય
આવે સિધ્ધીનાસોપાન જીવનમાં,નાલાંબો હાથ કરાય
…………તનમનથી થતાં કામમાં.
જગતકર્તાની લીલા આ ન્યારી,ના કોઇથી એ પકડાય
સફેદ,ભગવુ કેપાઘડી પહેરતાં,ના પાપડ કોઇથીભગાય
દુરબીન લઇને દરીયોજોતાં,ઝાપટ પાણીની પડી જાય
ધીરજ રાખી સારા કામમાં,પ્રભુકૃપા પણ મળી જ જાય
………….તનમનથી થતાં કામમાં.
===============================
June 7th 2010
દૌલત
તાઃ૭/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શબ્દેશબ્દનો અર્થ સમજતાં જ,સાચી સમજ આવી જાય
દૌલત શબ્દની અનેકસમજ,કઇ છે સ્પર્શે ત્યારે સમજાય
……….શબ્દે શબ્દનો અર્થ સમજતાં.
માનવદેહની મહેનતે મેળવેલ,મુડીને દૌલત છે કહેવાય
જે સહવાસે દેહને માયામળે,જગતમાં મિલ્કત તે મનાય
અતિમિલ્કતની દૌલત મળતાંજ,તમારીમાનવતા હણાય
અભિમાનના વાદળઘેરાતાં,આ માનવજન્મ વેડફાઇજાય
………..શબ્દે શબ્દનો અર્થ સમજતાં.
માબાપનાપ્રેમને સંતાનમેળવે,તે પ્રેમની દૌલત કહેવાય
સમજી વિચારી કરેલપ્રેમે,સંતાનના જીવન ઉજ્વળ થાય
અતિ પ્રેમનીવર્ષા થાય ત્યાં,તેમની જીંદગી વકરી જાય
જીવનનાસાદાસોપાનોએ,તકલીફોની વણઝારઆવીજાય
………..શબ્દે શબ્દનો અર્થ સમજતાં.
ભક્તિમાં પણ આરીતનિરાળી,અતિ તેનેપણ સ્પર્શી જાય
મનમાં શ્રધ્ધારાખી ભક્તિકરતાં,સંસારે પ્રભુકૃપામળીજાય
ઉજ્વળ જીવન મળીજાય જીવને,ને સંતાનો પણ હરખાય
અતિભક્તિ મળી જાયતો,દેહનુ ભાન જીવપોતે ભુલીજાય
…………શબ્દે શબ્દનો અર્થ સમજતાં.
+++++++++++++++++++++++++++
May 27th 2010
મનની હાલત
તાઃ૨૭/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળી ગયા મને મોહ માયા,કળીયુગના આ તાલે
શીતળ સ્નેહની દ્રષ્ટિને ખોતાં,ચડી ગયુ એ રવાડે
………..મળી ગયા મને મોહ માયા.
મન લગાવી મહેનત કરતો,ભણતો જ્યારે સ્કુલમાં
એકડો બગડો સમજી લેતો,ત્યાં તગડો હું ઘુંટી લેતો
સમજ મારા મનથી રાખી, ભણતર હું મેળવી લેતો
ભુલચુકને સુધારી જીવનમાં,હું ઉજ્વળ રાહ પકડતો
………..મળી ગયા મને મોહ માયા.
સહવાસ મળ્યો જ્યાં અનેકનો,મનને મુંઝવણ થઇ
સમજની ના ચિંતા કરતો,જે પાટે ગાડી ચાલે ભઇ
સમયની સાથે પકડાઇ રહેતા,વ્યાધીઓ વધી ગઇ
કળીયુગની આઅસરમાં,મનની હાલત બગડી અહીં
……….મળી ગયા મને મોહ માયા.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
May 27th 2010
प्यार कहां है?
ताः२७/५/२०१० प्रदीप ब्रह्मभट्ट
इस दुनीयामें ढुढ रहे है, इस जगके जास्ती लोग
कहां मिलेगा कैसे मिलेगा,कितनेमे मिलेगा बोल
………..इस दुनीयामें ढुढ रहे है.
कलीयुगकी लकीर देखके,ना चल पाया कोइ छेक
लगजाये जब झापट प्रभुकी, ना रहेता कोइ बोल
प्यार प्यारकी बुम लगाके,उछल खाते सब भोग
हाय बायकी थप्पड खाके,मरजाते यहां कइ लोग
………इस दुनीयामें ढुढ रहे है.
प्यार तो मेरे घरमें है,ओर प्यार आपके घरमें भी
प्यार सबके दीलमें है,ये प्यार जगके कणकणमे है
प्यार पाने काबील हो,तो प्यारमे जींदगी खीलती है
परमात्माका प्यार मीले,जहां प्यारसे भक्ति होती है
……….. इस दुनीयामें ढुढ रहे है.
प्यारका आना प्यारका जाना,येतो है कलीयुगी रीत
मिलता है यहां पैसेमें,जीसमे है ना लंबी कोइ जीद
सच्चा प्यार दीलसे है,जहां आंखे रहे जाती है स्थीर
प्यारका जाना मुश्कील है,जहां दील रहेता है अधीर
………..इस दुनीयामें ढुढ रहे है.
===============================