June 22nd 2010

પ્રેમની ઓળખાણ

                    પ્રેમની ઓળખાણ

તાઃ૨૨/૬/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મન મળે ત્યાં મળે પ્રેમ,જે અંતરથી ઓળખાય
પ્રેમની સાચી કેડીને જોતાં,માનવમન મલકાય
                      ……….મન મળે ત્યાં મળે પ્રેમ.
માયાના બંધન તો સૌને,ના કોઇથી એ છોડાય
રાજા,રંક કે પ્રાણીપશુ,જગે સૌને એસ્પર્શી જાય
ઉજ્વળજીવન આવે આંગણે,પ્રેમ જ્યાં પરખાય
મનનેશાંન્તિ ને ટળેવ્યાધી,એજ જીવન કહેવાય
                       ……….મન મળે ત્યાં મળે પ્રેમ.
આવે અચાનક વણ માગ્યો,ઉભરો પ્રેમનો દેખાય
સમયને પારખી સમજી લેતાં,ના એ વળગીજાય
મળે મોહની સંગે માયા,જે સમયથી ના અજાણ
આજેઆવી કાલેભાગે,ત્યાંપ્રેમની ઓળખાણ થાય
                     ………..મન મળે ત્યાં મળે પ્રેમ.
લાગણીના સુર અલગ છે,જે સમયને દઇદે તાલ
આવેઅચાનક જાયઅચાનક,એ ભયાનક કહેવાય
સરળ જીવનમાં ખાડોબનતાં,જીવન ડગમગ થાય
કુદરતનીએકલપડાકે,સાચાપ્રેમની ઓળખાણથાય
                     ………..મન મળે ત્યાં મળે પ્રેમ.

   +++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment