June 14th 2010

નારીદેહનો ઉપકાર

                           નારીદેહનો ઉપકાર

તાઃ૧૪/૬/૨૦૧૦                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભગવું પહેરીને  ભડકે નારીથી,ક્યાં મર્દાનગી ચાલી ગઇ
જન્મ મળ્યો સ્ત્રીદેહથી જગમાં,કળીયુગી હવા દેખાઇ ગઇ
                          ………..ભગવું પહેરીને  ભડકે નારીથી.
પરમાત્માનો પ્રેમ જીવથી,ના માયામુર્તિથી એ મેળવાય
દેખાવ છે આ કળીયુગી ખોટો,જે જગે દમડી એજ દેખાય
અવનીપરના આગમનમાં છે,માતાપિતાનો જ સહવાસ
પતિપત્નીના પ્રેમની સીડી જગે,સંતાન જન્મતા દેખાય
                           ……….ભગવું પહેરીને  ભડકે નારીથી.
જન્મ મળતાં જીવને અવનીએ,ના ભગવું ક્યાંય દેખાય
માતા પિતાનો પ્રેમ મળતાં તો,જીવન પણ મહેંકી જાય
દુનીયાની ઝંઝટથી છુટવા,જીવને રસ્તાઅનેક મળીજાય
ભગવું પહેરવુ એ સરળ રસ્તો,જ્યાં દેહ આરામે લબદાય
                         …………ભગવું પહેરીને  ભડકે નારીથી.
નાતાકાત જગતમાં કોઇની,કે જીવનુ કલ્યાણ કરી જાય
પોતાનાશરીરની જ્યાંવ્યાધીઓ,ત્યાં કોઇનું ક્યાંથીથાય
સતયુગની સાંકળમાંજોતાં,સંસારમાં જ સાચાસંતો થાય
નોકરી,ધંધો કે નાઆવકમળતાં,દેહે ભગવું પહેરાઇ જાય
                        …………ભગવું પહેરીને  ભડકે નારીથી.
યુગો યુગોની સૃષ્ટિ જોતાં,પ્રભુની અઢળક કૃપા જ દેખાય
અવનીપર જીવને નારી થકી લાવી,જન્મસફળ કરીજાય
જગમાંશક્તિ મા દુર્ગા,મા કાલીકા,મા સરસ્વતી કહેવાય
મળે આશીશ જ્યાં સ્ત્રી દેહથી,ત્યાં જન્મ સફળ થઇ જાય
                       ………….ભગવુ પહેરીને  ભડકે નારીથી.

********************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment