June 11th 2010

અદેખાઇ ચાલી

                              અદેખાઇ ચાલી

તાઃ૧૧/૬/૨૦૧૦                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ પાવનજીવન જીવાય,જ્યાં મહેનત મનથી થાય
માયામોહને પાછળ મુકાય,ત્યાંથી અદેખાઇ ચાલીજ જાય
                          ………..ઉજ્વળ પાવન જીવન જીવાય.
આજને પકડી ચાલતા જીવનમાં,મુંઝવણને દુર જ કરાય
મન મનાવીને ચાવી શોધતાં,કેડી સફળતાની મળીજાય
આગળ પાછળને જોઇ ચાલતાં,ત્યાં આજુબાજુ ને ભુલાય
મળે સફળતાનાસોપાન દેહને,જીવને શાંન્તિ આપી જાય
                          ………..ઉજ્વળ પાવન જીવન જીવાય.
ઇર્ષા આપી જ્યાં પારકાને,ત્યાં મહેનત મળતી દેખાય
કરતા કામે વિશ્રાસ રાખતાં,સફળતા નજીક આવીજાય
મળેલ કામમાં લગન લાગતાં,શ્રધ્ધાપણ વધતી જાય
મળીજાય સિધ્ધી ને નામ,જે સાચી લાયકાતે મેળવાય
                        …………ઉજ્વળ પાવન જીવન જીવાય.
માનવમનને વળગી ચાલે,કળીયુગે મોહમાયા કહેવાય
અદેખાઇ પણ આગળ આવે,જ્યાં મનને મુંઝવણ થાય
કૃપાપ્રભુની થોડી મળતાં,ઉજ્વળતા જીવનમાં સહવાય
ભાગી જાય અદેખાઇ જ્યાંથી,ત્યાં માનવતામહેંકી જાય
                         ……….ઉજ્વળ પાવન જીવન જીવાય.

((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment