February 14th 2010
તન અને મન
તાઃ૧૪/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરીલે કામ તનથી,ભજીલે રામ મનથી
જમીલે આજ તનથી,કરીલે દાન મનથી.
………..કરીલે કામ તનથી.
તનમનના સંબંધ નિરાળા,પળ પળ સંગે ચાલે
જીવદેહનો આ નાતો પણ,અવનીએ સાથે આવે
……….કરીલે કામ તનથી.
મારુ એ છે તનના સંબંધ,ને તારુ એ છે મનના
માબાપનોસંબંધ બાળકથી,ઉજ્વળતામળેતનથી
………કરીલે કામ તનથી.
કામથાય જગતમાંતનથી,પણ સંગે મનનોસાથ
મળીજાય સફળતાતનને,ભાવિનોમળી જાયસંગ
………કરીલે કામ તનથી.
જ્યાં અવળીચાલે વાણી,ત્યાં મતી જાયછે ભાગી
તનને મળે જ્યાં લાકડી,મન શોધેછે ત્યાં ઢાંકણી
………કરીલે કામ તનથી.
પ્રેમપ્રેમની કતારલાંબી,પણ સાચવી પકડી લેવી
અનંત લીલા પ્રેમની દીઠી,તનમનને રાખે જકડી
………કરીલે કામ તનથી.
==============================
February 12th 2010
જીવનુ આગમન
તાઃ૧૨/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે દેહ માબાપથી અવનીએ,ના તેમાં છે કોઇ શંકા
જગતપિતાની આ લીલા,માનવી પશુ પ્રાણી કે વંદા
………..મળે દેહ માબાપથી.
જીવને જ્યાં જગના બંધન,ત્યાં નીરખે ધરતી ન્યારી
આવે અવનીએ ત્યારે,જ્યાં જીંદગી જીવીછે જવાની
શીતળતાનો સહવાસમળે,જ્યાંકૃપાપરમાત્માની થાય
મળે જીવ દેહને શાંન્તિ,જ્યાં સતકર્મોનો છે સહવાસ
……… મળે દેહ માબાપથી.
દેખાદેખની આ દુનીયામાં,સાચી ભક્તિ છે શણગાર
માળાકરતાં સ્મરણ જ મનથી, ભક્તિપાવન છે થાય
કરે કરુણાસાગર કૃપા ત્યાં,જ્યાં કર્મ પણ પાવનથાય
દેહનુસાર્થક સબળ જીવન,જીવ જ્યાં ભક્તિએ દોરાય
……..મળે દેહ માબાપથી.
આગમન અવની પર જીવનુ,જન્મ મળતાં જ દેખાય
વાણી વર્તન દેહથી થતાં,જીવકર્મની ઓળખાણ થાય
માતાની જ્યાં માયા લાગે,ને પિતાનો પ્રેમ મળીજાય
આગમનજીવનુ સાર્થકથાય,જ્યાંસાચો પ્રેમઆવીજાય
…….મળે દેહ માબાપથી.
===============================
February 11th 2010
શુભેચ્છા
તાઃ૧૧/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિત્ય સવારે દર્શન કરતાં,અનંત આનંદ થાય
હૈયે હેત મળે જ્યાં મનથી,શુભેચ્છા પુરી થાય
……….નિત્ય સવારે દર્શન કરતાં.
બાળકની માયાને જોતાં,માબાપ ખુબ જ હરખાય
જીવનના સોપાને પહેલી,જ્યાંપાપા પગલી થાય
એક ડગલુ ચાલતા અવની એ,જીંદગી શરૂ થાય
પ્રભુકૃપાને પામતાં,માબાપની શુભેચ્છા પુરી થાય
………નિત્ય સવારે દર્શન કરતાં.
જુવાનીના જ્યાં દ્વારેઆવે,ત્યાં મહેનત મળી જાય
તન મનથી એ કરતાં દીલમાં,શાંન્તિ ને સહેવાય
એક કદમ ચાલવા જ્યાં, સાથ સહવાસીનો થાય
શુભેચ્છાઓની વર્ષાવરસે,ને સગાઓ સૌ હરખાય
……….નિત્ય સવારે દર્શન કરતાં.
દ્વાર ખુલે જ્યાં ઘડપણના,ત્યાં ભક્તિ ને પકડાય
દેહને શાંન્તિ મળે ત્યારે,જ્યાં પ્રભુકૃપા મળીજાય
નાઅપેક્ષારહે જીવની,ત્યાંદેહ આકુળવ્યાકુળ થાય
શુભેચ્છાની અપેક્ષારહે જીવને,મુક્તિ લેવાને કાજ
………નિત્ય સવારે દર્શન કરતાં.
==============================
February 10th 2010
જીવની જુવાની
તાઃ૧૦/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જુવાની જોતાં જીવની,દેહ જગતમાં અકળાઇ જાય
જુવાન રહેવા દેહ તો જગે,ભઇ ચારવાર લઇ ખાય
……….જુવાની જોતાં જીવની.
વિટામીનની ગોળી ગળે,ને દુધ ગ્લાસ બે પી જાય
કસરતને આઘી રાખી,ગોળીની માત્રા ગણતો થાય
આ લેવુ કે એ લેવી કરતાં,જીંદગી પણ પુરી થાય
દેહનો સંબંધ ઘડપણથી,અંતલાવે મૃત્યુ મળી જાય
……….જુવાની જોતાં જીવની.
જીવ એતો અજર અમર,ના સમયના કોઇ બંધન
પ્રભુની માયા પારખી લેતાં,મુક્તિ એ છે સગપણ
એક જગતમાં માયા એવી,કેવી લીધી તે આધાર
મળે અવતરણ દેહથી,જ્યાં ઉંમરના બંધન થાય
………જુવાની જોતાં જીવની.
ઘડપણ આવે છે દેહને,જે જગે કોઇથી ના રોકાય
આવતાંજતાં દેહોથી એ ટોકાય,આવે જ્યાં તે દ્વાર
ડગલું માંડતાં ટેકો દે દેહને,તે અંતનો દે અણસાર
જીવ જગતમાં જુવાની વાળો,ના જગે કોઇ ભીતી
………જુવાની જોતાં જીવની.
@@@@@@@@@@@@@@@@@@@@@@
February 10th 2010
એકલુ કોણ?
તાઃ૧૦/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવ જગતમાં એકલો,ના તેને કોઇ સાથ
મોહ માયા છે દેહને, ના તેમાં કોઇ બાધ
………જીવ જગતમાં એકલો.
પ્રભુ કૃપા છે જીવને,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
મુક્તિનામાર્ગ ખુલે પળવાર,શાંન્તિ મળીજાય
પળને પારખી જીવ ચાલતાં,વ્યાધી દુર થાય
મળી જાય શ્રીજલાસાંઇ,જે ભક્તિએ દોરીજાય
………જીવ જગતમાં એકલો.
દેહને લઇને માયા ચાલે,જે વળગે અપરંપાર
દ્રષ્ટિ એક પડી જાય દેહે,ત્યાં જીવ ભટકી જાય
મળશે મોહ તો દ્વારે દ્વારે,ના તેમાં છે કોઇ શંકા
પૃથ્વી પરના આગમનને,માયા રહી છે તરસી
………..જીવ જગતમાં એકલો.
મુક્તિ માયા કાયાને મળે,ના કોઇનો ત્યાં સાથ
કર્મ એ છે કાયાના કામ,ને માયા વળગી ચાલે
જીવ જગતમાં એકલો,ના સંબંધ છે કોઇ દેહનો
આવ્યો એકલો જશે એકલો,કોઇ નથી મળનારુ
……….જીવ જગતમાં એકલો.
%%%%%%%%%%%%%%%%%%%%%%
February 9th 2010
हमारा कौन
ताः९/२/२०१० प्रदीप ब्रह्मभट्ट
दुनीया तो एकचाहत है,जहां जीवको आना पडता है
कर्मके ये चक्करमे है आते,वो धरतीपे आ जाते है
…….दुनीया तो एक चाहत है.
मोह मायाका बंधन है ऐसा,जो जीव समझना पाये
लग जाता वो नाता जीवसे,जो जन्म साथ ले आये
जन्म जीवका ये नाता है,जीसको परमात्माही जाने
आना जाना हाथमें अपने,ना कोइ अपना या पराया
……….दुनीया तो एक चाहत है.
प्रेम भावनाकी ये मंझील है,जहां जीवको मीलना है
सामने जब आती है राहे,संभल संभल कर चलना
मीलती है जब प्रेमकी ज्योत,जन्म सफल हो जाता
आकर जी लेना यहां दीलसे,फीर कल नहीं है आना
………दुनीया तो एकचाहत है.
=================================
February 8th 2010
ઉંમરની ઓળખ
તાઃ૮/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉંમરને ના પકડે કોઇ, ભઇ દુર દુર સૌ ભાગે
સમય આવતાં પકડીલે,આ ઉંમર સૌને પાડે
………ઉંમરને ના પકડે કોઇ.
જન્મ મળતાં અવનીએ,જીવ ઉજ્વળ થવા આવે
પાવનપગલાં પારખતાં,ના વ્યાધી કોઇકંઇ આવે
ડગલુ માંડતાં બચપણ આવે,જે વ્હાલુ સૌને લાગે
મળીજાય પ્રેમનીવર્ષા,જ્યાં સગપણ દીલમાંઆવે
……….ઉંમરને ના પકડે કોઇ.
કેડી જીવનની એવી જગમાં,જેવી દેહ એને પકડે
મન મહેનતને લગન જોતાં,ના મોહ માયા જકડે
પાવન કર્મને ભક્તિનો સંગ,સરળતા જ સહેવાય
મળી જાય સાથ સૌનો,એજ સાચુ જીવન કહેવાય
……….ઉંમરને ના પકડે કોઇ.
આવે આશીર્વાદની વેળા,મોહ માયાને છોડી દેવા
લાગણી પ્રેમ સંતાનનેદેતાં,સૌ પ્રેમી જીંદગી લેતા
પ્રભુકૃપાના દ્વાર ખુલે જ્યાં,ત્યાં સહકાર મળી જાય
આવે સ્નેહપ્રેમ લાગણી,જે બીજે ક્યાંય ના લેવાય
………ઉંમરને ના પકડે કોઇ.
=============================
February 5th 2010
દેહનુ આગમન
તાઃ૫/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળેલા જીવને જગમાં,કર્મના બંધન હોય
વાણી વર્તન સાચવી જીવતાં,ના તકલીફ જોઇ
……..જન્મ મળેલા જીવને જગમાં.
આગમનનો અણસારમળે,જ્યાં મોહમાયા દેખાય
કર્મ તો દેહના છે સંસ્કાર,ના કોઇથીજગે લેવાય
સાચી શ્રધ્ધા મનમાં રહેતાં,કામ સરળ સૌ થાય
મળીજાય આશીર્વાદ દેહને,જન્મ સફળ થઇ જાય
……..જન્મ મળેલા જીવને જગમાં.
માનવ મનની રીત નિરાળી,જ્યાં સરળતા દેખાય
ચાલીનીકળે એ માર્ગપર,ના અણસાર કોઇ વર્તાય
સમયઆવતાં પારખમળે,ના હાથમાં ત્યારે લેવાય
તકલીફોનો ભંડાર મળેત્યાં,જ્યાં દેખાવને મેળવાય
……….જન્મ મળેલા જીવને જગમાં.
દેહ મળે જગે જ્યાં જીવને,ત્યાં કર્મ નિરખાઇ જાય
માનવદેહને તકમળે જીવનમાં,જે મુક્તિએ જવાય
ભક્તિપ્રેમને પારખી લેતા,જગે પુંજન અર્ચન થાય
સાચા સંતની કૃપા મળે,જ્યાં મુક્તિ જીવને દેખાય
……….જન્મ મળેલા જીવને જગમાં.
###############################
February 5th 2010
વિસામો
તાઃ૪/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉત્તર દક્ષિણ પુર્વ ને પશ્ચિમ,જ્યાં દિશાઓ સમજાય
મહેનત મનથી કરતાં ઘડપણે, વિસામો મળી જાય
……….ઉત્તર દક્ષિણ પુર્વ ને પશ્ચિમ.
દેહના બંધન તુટે જગમાં,જ્યાં ભક્તિનો પ્રેમ મળે
જીવનની જ્યોત જલે, જે જગમાં પ્રેમ પકટાવી દે
પાવન કર્મ ને ઉજ્વળજીવન,પ્રભુનોપ્રેમ પામી લે
કર્મ અને ધર્મની સમજ, જીવને વિસામો આપી દે
………ઉત્તર દક્ષિણ પુર્વ ને પશ્ચિમ.
બાળપણ ને ઘડપણ એતો,જીવને નિર્દોષી જીવનદે
જુવાનીના અજવાળે રહેતા,પાવન જન્મ મળી રહે
ભક્તિનો સંગાથ લેતાં જગે,પ્રભુ કૃપા પણ સાથ દે
આધીવ્યાધી ના દેખાતા,જીવને વિસામો મળી રહે
……….ઉત્તર દક્ષિણ પુર્વ ને પશ્ચિમ.
_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_
February 1st 2010
સમયની પકડ
તાઃ૩૧/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના કોઇથી એ સચવાય,કે ના કોઇથીય એ પકડાય
હોય નેતા,માનવી કે બળવાન,એ સૌને દેઅણસાર
………….ના કોઇથી એ સચવાય.
સમય સમઝીને ચાલતાં,આવતી વ્યાધીથી બચાય
મળી જાય અણસાર દેહને,પણ ના કોઇથી છટકાય
હોય મોટા દેખાનાર ઉંચા, કે રસ્તે માગતાં એ ભીખ
સૌનેમાટે સીધી એકરીત,બચવા રાખજો પ્રભુ પ્રીત
……….ના કોઇથી એ સચવાય.
ઉંચી આંખે જ્યાં ચાલતા ને છાતી કાઢી બતાવે દેહ
પડે લપડાક જ્યાં કુદરતની,ત્યાં દેખાઇ જાય એ ફેક
ઉજ્વળ જીવન પામવાને,સત્યનીપકડી રાખવી દોરી
સમય સમયે સચવાઇજશે,નેમળશે પ્રભુકૃપાઅનોખી
………..ના કોઇથી એ સચવાય.
===================================