February 8th 2010

ઉંમરની ઓળખ

                    ઉંમરની ઓળખ

તાઃ૮/૨/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉંમરને ના પકડે કોઇ, ભઇ દુર દુર સૌ ભાગે
સમય આવતાં પકડીલે,આ ઉંમર સૌને પાડે
                        ………ઉંમરને ના પકડે કોઇ.
જન્મ મળતાં અવનીએ,જીવ ઉજ્વળ થવા આવે
પાવનપગલાં પારખતાં,ના વ્યાધી કોઇકંઇ આવે
ડગલુ માંડતાં બચપણ આવે,જે વ્હાલુ સૌને લાગે
મળીજાય પ્રેમનીવર્ષા,જ્યાં સગપણ દીલમાંઆવે
                        ……….ઉંમરને ના પકડે કોઇ.
કેડી જીવનની એવી જગમાં,જેવી દેહ એને પકડે
મન મહેનતને લગન જોતાં,ના મોહ માયા જકડે
પાવન કર્મને ભક્તિનો સંગ,સરળતા જ સહેવાય
મળી જાય સાથ સૌનો,એજ સાચુ જીવન કહેવાય
                        ……….ઉંમરને ના પકડે કોઇ.
આવે આશીર્વાદની વેળા,મોહ માયાને છોડી દેવા
લાગણી પ્રેમ સંતાનનેદેતાં,સૌ પ્રેમી જીંદગી લેતા
પ્રભુકૃપાના દ્વાર ખુલે જ્યાં,ત્યાં સહકાર મળી જાય
આવે સ્નેહપ્રેમ લાગણી,જે બીજે ક્યાંય ના લેવાય
                          ………ઉંમરને ના પકડે કોઇ.

=============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment