February 24th 2010

મારું મન

                        મારું મન

તાઃ૨૫/૨/૨૦૧૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારું મનતો છે મર્કટ જેવું,અહીં તહીં કુદી જાય
આવે જ્યારે ખાડો સામે,ત્યારે અંદર પડી  જાય
                       ………..મારું મનતો છે મર્કટ જેવું.
એક સવારે અજવાળુ જોતાં,ખુબ જ મલકાઇ જાય
અંધારાની જ્યાં લહેર પડે,ત્યાંએતો અકળાઇ જાય
                         ……….મારું મનતો છે મર્કટ જેવું
મહેનત આવે જ્યાં આંગણે,ત્યાંજ એ ખોવાઇ જાય
ના શોધવાની  હિંમત થતાં,ભઇ એતો ડુબી જ જાય
                         ………..મારું મનતો છે મર્કટ જેવું.
મોટા મોટા મહેલોની ભઇ, દિવાલો જ્યાં આવી જાય
અકળામણના વાદળ મળતાં, એ તો લટકી જ જાય
                           ………..મારું મનતો છે મર્કટ જેવું.
નીરખે કિરણ જ્યાં પ્રભાતના,ત્યાં સમજણ ચાલીજાય
આગળ પાછળની ચિંતા થતાં,એ ત્યાં જ અટકી જાય
                           ………..મારું મનતો છે મર્કટ જેવું.
મળે જ્યાં મોહનાવાદળ એને,ત્યાં તો ઘેરાઇ જ જાય
ખીણ જેવા લાગતા  દુઃખના ડુંગર,ત્યાં જ મળી જાય
                           ………..મારું મનતો છે મર્કટ જેવું.

================================

February 24th 2010

દયાની વર્ષા

                        દયાની વર્ષા

તાઃ૨૫/૨/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોળાનાથની પાવન ભક્તિ,જે નિર્મળ હૈયે થાય
કૃપા પ્રભુની વરસે જ્યારે,જન્મ સફળ   થઇ જાય
                   ………..ભોળાનાથની પાવન ભક્તિ.
સોમવારની  સવાર ટાળે,જ્યાં શ્રી નાગદેવ પુંજાય
દુધઅર્ચન કરતાંશિવલીંગે,ૐ નમઃશિવાય બોલાય
મળે ભોળાનાથની કૃપા,ને માના પ્રેમનીવર્ષા થાય
ઉજ્વળ જીવન જીવનુથાશે,જ્યાં દયાનીવર્ષા થાય
                   ………..ભોળાનાથની પાવન ભક્તિ.
ગણપતિના પુંજનઅર્ચને,પાવન જીવને રાહ મળે
ગજાનંદની કૃપા વરસતાં,જન્મસફળ સ્પંદન મળે
કૃપાથતાં પ્રભુની જગમાં,જીવને મુક્તિના દ્વારમળે
ભક્તિમાં એ શક્તિ છે,જ્યાં દયાની વર્ષા પ્રભુ કરે
                    ………..ભોળાનાથની પાવન ભક્તિ.

================================