February 8th 2010

હૈયુ હરખાય

                              હૈયુ હરખાય

તાઃ૮/૨/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

માતાનો પ્રેમ જ્યાં મળીજાય,ત્યાં પિતા ખુબ હરખાય
સંતાનનો સ્નેહ પામતાં,માબાપને જન્મ સફળ  દેખાય
                              ……….માતાનો પ્રેમ જ્યાં મળી.
નિત્ય સવારે નિર્મળ પ્રેમે, બાળકને વ્હાલ હેતથી થાય
ધીમેપગલે ચાલતાદેહને નિરખી,મા આંગળીપકડીજાય
પાપા પગલી છુટતાં નાની,જીવનને પગલે એ દેખાય
નિર્મળ જીવન સંતાનના જોતાં,માબાપનુ હૈયુ હરખાય
                                 ……..માતાનો પ્રેમ જ્યાં મળી.
જીવનના સોપાનજોતાં,બાળકને મનમાં મુઝવણ થાય
પિતાપ્રેમથી ટાઢક મળતાં,સોપાન સરળ સૌ થઇ જાય
મનથી મહેનત કરતાં સાચી,ને શ્રધ્ધાનો લઇ સથવાર
સફળતાના સોપાન જોતાં,માબાપ અંતરથી છે હરખાય
                                 ………માતાનો પ્રેમ જ્યાં મળી.
મળીજાય જીવનનીસાચીકેડી,જે સરળ માબાપને દેખાય
આનંદ અનંત આવતાહૈયે,આંખમાં હર્ષનાઆંસુ ઉભરાય
માનોપ્રેમ ને આશીશ પિતાની,મળી જાય સંતાનને હેતે
મળીજાય ત્યાં કૃપા પ્રભુની,સંતાન જીંદગી ઉજ્વળ દેખે
                                  ………માતાનો પ્રેમ જ્યાં મળી.

+++++++++++++++++++++++++++++++++

February 8th 2010

ઉંમરની ઓળખ

                    ઉંમરની ઓળખ

તાઃ૮/૨/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉંમરને ના પકડે કોઇ, ભઇ દુર દુર સૌ ભાગે
સમય આવતાં પકડીલે,આ ઉંમર સૌને પાડે
                        ………ઉંમરને ના પકડે કોઇ.
જન્મ મળતાં અવનીએ,જીવ ઉજ્વળ થવા આવે
પાવનપગલાં પારખતાં,ના વ્યાધી કોઇકંઇ આવે
ડગલુ માંડતાં બચપણ આવે,જે વ્હાલુ સૌને લાગે
મળીજાય પ્રેમનીવર્ષા,જ્યાં સગપણ દીલમાંઆવે
                        ……….ઉંમરને ના પકડે કોઇ.
કેડી જીવનની એવી જગમાં,જેવી દેહ એને પકડે
મન મહેનતને લગન જોતાં,ના મોહ માયા જકડે
પાવન કર્મને ભક્તિનો સંગ,સરળતા જ સહેવાય
મળી જાય સાથ સૌનો,એજ સાચુ જીવન કહેવાય
                        ……….ઉંમરને ના પકડે કોઇ.
આવે આશીર્વાદની વેળા,મોહ માયાને છોડી દેવા
લાગણી પ્રેમ સંતાનનેદેતાં,સૌ પ્રેમી જીંદગી લેતા
પ્રભુકૃપાના દ્વાર ખુલે જ્યાં,ત્યાં સહકાર મળી જાય
આવે સ્નેહપ્રેમ લાગણી,જે બીજે ક્યાંય ના લેવાય
                          ………ઉંમરને ના પકડે કોઇ.

=============================