February 17th 2010

પ્રેમની કસોટી

                       પ્રેમની કસોટી

તાઃ૧૭/૨/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ પ્રેમ એ જીવ સંગે,જે મુક્તિ એ લઇ જાય
સાચીભક્તિ કરતાં જગમાં,કસોટી ઘણી જ  થાય
                      ……….ભક્તિ પ્રેમ એ જીવ સંગે.
સરળ સાંકળ જીંદગીની, જે આનંદે જીવી જવાય
આવી જાય જ્યાં પ્રેમની ખીલી,સુખ  રોકાઇ જાય
મંદમંદઆવે જ્યાંદીલમાં,ત્યાં સમજણ ચાલીજાય
સમજે ત્યારે મનથી,આ પ્રેમ દેખાવનો જ કહેવાય
                        ……..ભક્તિ પ્રેમ એ જીવ સંગે.
આનંદની લહેર જીવને મળે,ને મનમાં ઉમંગ થાય
સગપણ સાચા પ્રેમનુંઆવતાં,ખુશાલી આવી જાય
આ આશાના અપેક્ષા દેખાય,ત્યાં હૈયેથી પ્રેમ થાય
સુખની વર્ષા વરસી જાય,તે પ્રેમ અંતરનો કહેવાય
                      ………..ભક્તિ પ્રેમ એ જીવ સંગે.
ખટકી ખટકી ચાલતાં દેહે, જ્યાં ટેકાની જરૂર દેખાય
ચાલે સંગે પળવાર માટેજ,ને પછી એ ખોવાઇ જાય
ના પ્રેમનો અણસાર મળે,તો ય એ વર્ષા છે કહેવાય
ના પ્રેમ કે દ્વેષ એ તો,જે જીવથી અવગતીને દેવાય
                      …………ભક્તિ પ્રેમ એ જીવ સંગે.

================================