February 16th 2010

રીત પ્રેમની

                           રીત પ્રેમની

તાઃ૧૬/૨/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની આ કામણ લીલા,જે માનવ મને દેખાય
રીત પ્રેમની ઘણી જગમાં,જે અનેકરીતે ઓળખાય
                     ………કુદરતની આ કામણ લીલા.
સાચોપ્રેમ સંતાનથી,જે માબાપના વર્તનમાંલેવાય
હૈયે હેત રાખીને દીલથી જ,દે સંતાનને એ હરવાર
અનુભવની આ અદભુતલીલા,જે માબાપને દેખાય
રોકે એ સંતાનને મનથી,જે ઉજ્વળજીવને લઇજાય
                     ………..કુદરતની આ કામણ લીલા.
મની મની કરતાં મનથી,પૈસા પ્રેમ ઉભરાઇ જાય
લાખ પ્રયત્ન કરતાં તનથી,ના ભુલથીએમેળવાય
મળી જાય લાયકાત આવતાં,જે જગતમાં દેખાય
કરતાંમહેનત મનથીસાચી,પૈસા મળીજાય દેનાર
                    ……….કુદરતની આ કામણ લીલા.
સંસારના સાગરમાં રહેતાં,છે માનવમન લલચાય
લગામ જ્યાં પ્રેમને દેતાં,ત્યાં ના તકલીફ ભટકાય
ભક્તિપ્રેમછે નિર્મળદેહે,જે જીવને મુક્તિએ લઇજાય
જન્મોજ્ન્મના આ બંધનથી,જીવે સત્કર્મોજ છે થાય
                    ………..કુદરતની આ કામણ લીલા.

—————————————————-