February 23rd 2010

નાવિક

                              નાવિક

તાઃ૨૩/૨/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ધરતી પરના આગમનમાં,દેહથી સમજણ છે લેવાય
જીંદગીના જે સોપાન ચઢાવે,જગે નાવિક તે કહેવાય 
                   …………ધરતી પરના આગમનમાં.
આંગળી પકડી નાના દેહની,ને મનથી ટેકો છે દેવાય
ચાલતા ડગલેપગલે સહવાસદે,ને ઉજ્વળ દે સોપાન
પડી જવાય જ્યાં દેહથી,ત્યાં ફરીથી આંગળી પકડાય
સમજણ ડગલાં પગલાંની,માબાપના પ્રેમથીજલેવાય
                        ………ધરતી પરના આગમનમાં.
ઉમંગ કદી ના અટકે કોઇથી,કે ના કોઇથી જગે રોકાય
જુવાનીના સોપાન મળતાં જ,ગુરૂજીની કૃપા મળીજાય
આંગળીથી પેન પકડાઇ જાય,ત્યાં ભણતર છે મેળવાય
મળીજાય બુધ્ધિનાસોપાન,જેના નાવિક ગુરૂજી કહેવાય
                        ………ધરતી પરના આગમનમાં.
સીડીપકડતાં સંસારની દેહે,સંગાથ જીવનસાથીનો થાય
પ્રેમી જીવન જીવવાસંગે,બંન્નેથી એક કેડી પકડી લેવાય
આનંદ આનંદ મહેંક જીવનમાં,આશિર્વાદની વર્ષા થાય
મળી જાય ગૃહ સંસાર ખુશીનો,નાવિક વડીલ  બને ત્યાં
                      ………..ધરતી પરના આગમનમાં.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦