February 14th 2010

અદભુત સોપાન

                        અદભુત સોપાન

તાઃ૧૪/૨/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવ જગે છે અદભુત શક્તિ,દેહના સોપાને એસમજાય
અવનીપરના અનેક રૂપમાં,માનવદેહ ઉજ્વળ કહેવાય
                      ………જીવ જગે  છે અદભુત શક્તિ.
પ્રભુ કૃપાની તો રાહ  સીધી,કર્મબંધનથી જે મળી જાય
ડગલે  ડગલાંની સાચવણી એ,સતકર્મોને મળે ઘરબાર
માનવીમનછે આકુળવ્યાકુળ,સમજઅણસમજમાંદોરાય
ભણતરનાસોપાને રહેતા જીવને,સાચીસમજ મળી જાય
                       ………જીવ જગે  છે અદભુત શક્તિ.
મળેલ મનને પારખીલેતાં,દેહથી નાભુલ સમજીનેથાય
ઉજ્વળતાની રાહમેળવવા,જ્યાં ભક્તિનોસંગ પ્રેમેથાય
પળપળનીજ્યાં સમજમળે,ત્યાં નાકોઇ જીવનેદુભાવાય
અદભુત સોપાન ભક્તિછે,જે જીવને મુક્તિએ દોરીજાય
                       ………જીવ જગે  છે અદભુત શક્તિ.
ઉત્તમપળ ને ઉત્તમજીવન,મળે જીવને જગે માનવથાય
આવે અવનીએ બાળક થઇને,ને વિદાયે તે વૃધ્ધદેખાય
જન્મમૃત્યુની આસાંકળ છે,જે ગતીઅવગતીએ લઇ જાય
દર્શનદેહના થઇજ જાય,જ્યાં સંત જલાસાંઇને છે ભજાય
                        ………જીવ જગે  છે અદભુત શક્તિ.

================================

February 14th 2010

તન અને મન

                        તન અને મન

તાઃ૧૪/૨/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરીલે કામ તનથી,ભજીલે રામ મનથી
             જમીલે આજ તનથી,કરીલે દાન મનથી.
                            ………..કરીલે કામ તનથી.
તનમનના સંબંધ નિરાળા,પળ પળ સંગે ચાલે
જીવદેહનો આ નાતો પણ,અવનીએ સાથે આવે
                             ……….કરીલે કામ તનથી.
મારુ એ છે તનના સંબંધ,ને તારુ એ છે મનના
માબાપનોસંબંધ બાળકથી,ઉજ્વળતામળેતનથી
                              ………કરીલે કામ તનથી.
કામથાય જગતમાંતનથી,પણ સંગે મનનોસાથ
મળીજાય સફળતાતનને,ભાવિનોમળી જાયસંગ
                              ………કરીલે કામ તનથી.
જ્યાં અવળીચાલે વાણી,ત્યાં મતી જાયછે ભાગી
તનને મળે જ્યાં લાકડી,મન શોધેછે ત્યાં ઢાંકણી
                              ………કરીલે કામ તનથી.
પ્રેમપ્રેમની કતારલાંબી,પણ સાચવી પકડી લેવી
અનંત લીલા પ્રેમની દીઠી,તનમનને રાખે જકડી
                              ………કરીલે કામ તનથી.

==============================