February 13th 2010

સમયની ઓળખ

                        સમયની ઓળખ

તાઃ૧૩/૨/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

શબ્દ મળે જ્યાં સાંભળવા,ત્યાં ઘડીયાળ દેખાઇ જાય
સમયસાચવી ચાલતાં જગે,પુછવાનીપરવા ના થાય
                           ………..શબ્દ મળે જ્યાં સાંભળવા.
આ છે લીલા પરમાત્માની,જે આત્માને દેહે છે દેખાય
આવી અવનીએ મળતાં જન્મ,ભક્તિ કરતાં સમજાય
સુર્યોદયએ સવાર કહેવાય,ને સુર્યાસ્તે અંધારુ જોવાય
ના શબ્દની જરૂરપડે ત્યાં,એ તો ખુલી આંખે સમજાય
                              ………શબ્દ મળે જ્યાં સાંભળવા.
જન્મ જીવને માતાથી મળે,ને મૃત્યુ મળે પરમાત્માથી
કર્મ કરેલા સંગે જ આવે,જે નજીક દુર રાખે અવનીથી
મળે માનસન્માન દેહને,જ્યાં સમયનો રહેછે સહવાસ
મહેનત મનથી કરતાંજગમાં,દેહને સમય દેખાઇ જાય
                             ……….શબ્દ મળે જ્યાં સાંભળવા.
કલરવ પક્ષીનો દે અણસાર,સાંભળી સવાર છે મનાય
સુર્યના ઉદયની પળને નિરખતાં,સવાર સમજાઇ જાય
પ્રકૃતિમાંઆવે જ્યાં શાંન્તિ,જ્યાં સાંજ આવીછે મનાય
અંધકાર પૃથ્વી પર પથરાતા,સાંજ થઇ જાય જગમાંય
                            ……….શબ્દ મળે જ્યાં સાંભળવા.

*************************************