February 5th 2010

દેહનુ આગમન

                       દેહનુ આગમન

તાઃ૫/૨/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળેલા જીવને જગમાં,કર્મના બંધન હોય
વાણી વર્તન સાચવી જીવતાં,ના તકલીફ જોઇ
                     ……..જન્મ મળેલા જીવને જગમાં.
આગમનનો અણસારમળે,જ્યાં મોહમાયા દેખાય
કર્મ તો  દેહના છે સંસ્કાર,ના કોઇથીજગે લેવાય
સાચી શ્રધ્ધા મનમાં  રહેતાં,કામ સરળ સૌ થાય
મળીજાય આશીર્વાદ દેહને,જન્મ સફળ થઇ જાય
                        ……..જન્મ મળેલા જીવને જગમાં.
માનવ મનની રીત નિરાળી,જ્યાં સરળતા દેખાય
ચાલીનીકળે એ માર્ગપર,ના અણસાર કોઇ વર્તાય
સમયઆવતાં પારખમળે,ના હાથમાં ત્યારે લેવાય
તકલીફોનો ભંડાર મળેત્યાં,જ્યાં દેખાવને મેળવાય
                       ……….જન્મ મળેલા જીવને જગમાં.
દેહ મળે જગે જ્યાં જીવને,ત્યાં કર્મ નિરખાઇ જાય
માનવદેહને તકમળે જીવનમાં,જે મુક્તિએ જવાય
ભક્તિપ્રેમને પારખી લેતા,જગે પુંજન અર્ચન થાય
સાચા સંતની કૃપા  મળે,જ્યાં મુક્તિ જીવને દેખાય
                        ……….જન્મ મળેલા જીવને જગમાં.

###############################

February 5th 2010

પુ.સાહેબ અને બાને

      પુજ્ય સાહેબ અને બાને પ્રેમથી અર્પણ.

તાઃ૫/૧/૨૦૧૦                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પિતાનો પ્રેમ અમને મળ્યો, મારા પુજ્ય સાહેબથી
અને માતાનોપ્રેમપણ,મળી ગયો પુજ્ય કાશીબાથી

ઉજ્વળ જીવન જીવવાને,આનંદ જીવનમાં આપ્યા
પ્રેમ મેળવવા ભાઇઓનો, હ્યુસ્ટનમાં અમને  લાવ્યા

ભણતરની સીડીએ મળ્યા,પુજ્ય અંબાલાલ સાહેબ
એકડો બગડો શીખવાડી,જગે ઉજ્વળ સોપાન દીધા

આશીર્વાદની વર્ષા એ,સફળતા મેં ભણતરે મેળવી
પ્રેમ પામી સાહેબનો પ્રદીપે,જીવતરની કેડી લીધી

બાનો પ્રેમ રમાને મળતાં,સંસ્કારસિંચન મળી ગયા
ઉજ્વળ જીવનની કેડીમળી,આશિર્વાદ બંન્નેનામળ્યા

વિનુભાઇનાઆશીર્વાદમળ્યા ને સ્મિતાભાભીનોપ્રેમ
મોટાભાઇની લાગણીદઇને,દીધા અમને હૈયાનાહેત

વસંતભાઇનો પ્રેમ,વિણાબેનની લાગણી અમનેમળી
શીતલ આકાશ ચાંદનીનો પ્રેમ,રવિ દીપલને મળ્યો

રાજુભાઇનો પણ પ્રેમ મળ્યો,જાણે ભાઇ ભાઇના પ્રેમ
અમીબેનના લાગણી સ્નેહ,અમે હૈયેથી મેળવી લીધા

રવિદીપલના ઉજ્વળજીવનમાં,આશીર્વાદ મળી ગયા
બાદાદાને અને કાકાકાકીને,વંદનકરતાં કૃપામળી ગઇ

ઉજ્વળજીવનનીકેડી જોતાં,જીવનમાં શાંન્તિઆવીગઇ
સાર્થકજીવનની રાહમળી,ને સાચુસગપણ મળ્યુ અહીં

*****************************************
          આણંદથી અમેરીકાની સફરમાં અમને તેમના સંતાન ગણી
મારા પુજ્ય શ્રી અંબાલાલ સાહેબ પુજ્ય કાશીબા તથા તેમના ત્રણેય
દીકરાઓએ મને ભાઇનો પ્રેમ આપી સંપુર્ણ સહકાર આપ્યો.આ દેશમાં
ઘરમાં સ્થાન આપી મને,રમાને,રવિને તથા દિપલને ભાવી ઉજ્વળ
કરવામાં તનમનથી સાથ આપી ઉભા કર્યા છે તે આભાર વ્યક્તકરવા
આ લખાણ તેઓને પ્રેમ સહિત યાદગીરી તરીકે અર્પણ.
લી.પ્રદીપ,રમા,રવિ તથા દીપલના જય શ્રી કૃષ્ણ.

February 5th 2010

વિસામો

                                વિસામો

તાઃ૪/૨/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉત્તર દક્ષિણ પુર્વ ને પશ્ચિમ,જ્યાં દિશાઓ સમજાય
મહેનત મનથી કરતાં ઘડપણે, વિસામો મળી જાય
                         ……….ઉત્તર દક્ષિણ પુર્વ ને પશ્ચિમ.
દેહના બંધન તુટે જગમાં,જ્યાં ભક્તિનો પ્રેમ મળે
જીવનની જ્યોત જલે, જે જગમાં પ્રેમ પકટાવી દે
પાવન કર્મ ને ઉજ્વળજીવન,પ્રભુનોપ્રેમ પામી લે
કર્મ અને ધર્મની સમજ, જીવને વિસામો આપી દે
                          ………ઉત્તર દક્ષિણ પુર્વ ને પશ્ચિમ.
બાળપણ ને ઘડપણ એતો,જીવને નિર્દોષી જીવનદે
જુવાનીના અજવાળે રહેતા,પાવન જન્મ મળી રહે
ભક્તિનો સંગાથ લેતાં જગે,પ્રભુ કૃપા પણ સાથ દે
આધીવ્યાધી ના દેખાતા,જીવને વિસામો મળી રહે
                          ……….ઉત્તર દક્ષિણ પુર્વ ને પશ્ચિમ.

_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_