February 12th 2010

જીવનુ આગમન

                       જીવનુ આગમન

તાઃ૧૨/૨/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે દેહ માબાપથી અવનીએ,ના તેમાં છે કોઇ શંકા
જગતપિતાની આ લીલા,માનવી પશુ પ્રાણી કે વંદા
                           ………..મળે દેહ માબાપથી.
જીવને જ્યાં જગના બંધન,ત્યાં નીરખે ધરતી ન્યારી
આવે અવનીએ  ત્યારે,જ્યાં જીંદગી જીવીછે જવાની
શીતળતાનો સહવાસમળે,જ્યાંકૃપાપરમાત્માની થાય
મળે જીવ  દેહને શાંન્તિ,જ્યાં સતકર્મોનો છે સહવાસ
                            ……… મળે દેહ માબાપથી.
દેખાદેખની આ દુનીયામાં,સાચી ભક્તિ છે   શણગાર
માળાકરતાં સ્મરણ જ મનથી, ભક્તિપાવન છે થાય
કરે કરુણાસાગર કૃપા ત્યાં,જ્યાં કર્મ પણ પાવનથાય
દેહનુસાર્થક સબળ જીવન,જીવ જ્યાં ભક્તિએ દોરાય
                              ……..મળે દેહ માબાપથી.
આગમન અવની પર જીવનુ,જન્મ મળતાં જ દેખાય
વાણી વર્તન દેહથી થતાં,જીવકર્મની ઓળખાણ થાય
માતાની જ્યાં માયા લાગે,ને પિતાનો પ્રેમ મળીજાય
આગમનજીવનુ સાર્થકથાય,જ્યાંસાચો પ્રેમઆવીજાય
                               …….મળે દેહ માબાપથી.

===============================