February 20th 2010

શીતળ સંબંધ

                         શીતળ સંબંધ

તાઃ૨૦/૨/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મંદ પવનની  લહેર માણવા,મિત્રો બેઠા છે સૌ સંગે
ના હિન્દુ,ના મુસ્લીમ,ના પારસી,કે ના ખ્રિસ્તી આજે
દેખાય છે દેહ એક સરખા,ના કોઇ અલગ અહીં લાગે
મનમાં પેઠી સમજ ઝગડવા,ત્યાં બુધ્ધિ જ દુર ભાગે

મળતાદેહ અવનીએ જીવને,ત્યાં બાળક બનીને રાજે
નિર્દોષ પ્રેમાળ સ્નેહ પામતા,તેનેજીવન ઉજ્વળલાગે
રામ રહીમ ઇશુ કે અલ્લાહ,નામ અલગ તેને નાલાગે
શીશનમાવી અર્ચનાકરતાં,મંગળ કૃપાળુ જીવન માગે

પરમાત્માની છે એક જ દ્રષ્ટિ,તેમાં ભેદભાવ ના આવે
ભાવનાસાચી આગળઆવે,નામંદીર,મસ્જીદ,ચર્ચ નામે
દેહની સાચી શ્રધ્ધા જેમાં,ત્યાં દેહ મનથી મુક્તિ માગે
સ્વીકારી પ્રાર્થના સાચી ત્યારે,મૃત્યુએ પ્રભુ લેવા આવે

મળજો માયા પરમાત્માની,જે ના ભેદભાવ કોઇ લાવે
ધર્મ અધર્મના ના વાડા દીસે,કે ના ભેદભાવની નહેર
જીવનાસંબંધ અવિનાશીથી,જેની જીવપર થાય મહેર
સાંકળતુટે જ્યાં ભેદભાવની,સૌનો સાથ જ લાવે લહેર

%%%%%%%%%%%%%%%%%%%%%

February 20th 2010

રટણની અસર

                         રટણની અસર

તાઃ૨૦/૨/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામનું રટણ કરતાં,મને મળી ગયા જલારામ
વીરબાઇ સંગે સાચીભક્તિ કરતાં,હરાવ્યા પ્રભુરામ
                       ………રામનામનું રટણ કરતાં.
શેરડીગામનું રટણથતાં,મને મળીગયા સાંઇબાબા
ભેદભાવની ચિંતા છોડાવા,મળી ગયા મને બાબા
                       ………રામનામનું રટણ કરતાં.
મહેનત મહેનત રટણ રાખતાં,મળી ગયા સોપાન
ખંતરાખી તનમનથી કરતાં,જગે દીઠા મેં ઘરબાર
                        ……..રામનામનું રટણ કરતાં.
ભક્તિ ભક્તિનું રટણરાખતાં,મને મળી કૃપા અપાર
કરતાં સાચી મનથી રોજ,પાવન લાગે ઘરના મોભ
                        ………રામનામનું રટણ કરતાં.
કામ કામનુ રટણ કરતાં,મળી ગયા મને સારા કામ
મહેનતસંગે સમય સાચવતાં,મેળવી લીધા સન્માન
                        ………રામનામનું રટણ કરતાં.
જન્મ મરણનું રટણ કરતાં,મળશે પ્રભુ કૃપાનો સંકેત
ભક્તિસાચી તોડે બંધનદેહના,મળશે મુક્તિનો સંદેશ
                        ………રામનામનું રટણ કરતાં.

#############################