February 20th 2010

શીતળ સંબંધ

                         શીતળ સંબંધ

તાઃ૨૦/૨/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મંદ પવનની  લહેર માણવા,મિત્રો બેઠા છે સૌ સંગે
ના હિન્દુ,ના મુસ્લીમ,ના પારસી,કે ના ખ્રિસ્તી આજે
દેખાય છે દેહ એક સરખા,ના કોઇ અલગ અહીં લાગે
મનમાં પેઠી સમજ ઝગડવા,ત્યાં બુધ્ધિ જ દુર ભાગે

મળતાદેહ અવનીએ જીવને,ત્યાં બાળક બનીને રાજે
નિર્દોષ પ્રેમાળ સ્નેહ પામતા,તેનેજીવન ઉજ્વળલાગે
રામ રહીમ ઇશુ કે અલ્લાહ,નામ અલગ તેને નાલાગે
શીશનમાવી અર્ચનાકરતાં,મંગળ કૃપાળુ જીવન માગે

પરમાત્માની છે એક જ દ્રષ્ટિ,તેમાં ભેદભાવ ના આવે
ભાવનાસાચી આગળઆવે,નામંદીર,મસ્જીદ,ચર્ચ નામે
દેહની સાચી શ્રધ્ધા જેમાં,ત્યાં દેહ મનથી મુક્તિ માગે
સ્વીકારી પ્રાર્થના સાચી ત્યારે,મૃત્યુએ પ્રભુ લેવા આવે

મળજો માયા પરમાત્માની,જે ના ભેદભાવ કોઇ લાવે
ધર્મ અધર્મના ના વાડા દીસે,કે ના ભેદભાવની નહેર
જીવનાસંબંધ અવિનાશીથી,જેની જીવપર થાય મહેર
સાંકળતુટે જ્યાં ભેદભાવની,સૌનો સાથ જ લાવે લહેર

%%%%%%%%%%%%%%%%%%%%%

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment