February 4th 2010

સેવાના કામ

                            સેવાના કામ

તાઃ૪/૨/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

નામ દામ ને છુટે લોભ મોહ,જ્યાં થાય સેવાના કામ
પરમાત્માની કૃપા મળે,ને જીવનો જન્મ સાર્થક થાય
                                      ………..નામ દામ ને છુટે લોભ.
નિત્ય સવારે પુંજન અર્ચન,દેહનો દીન ઉજ્વળ થાય
ભક્તિપ્રેમ જ્યાં સાથદે,ત્યાં સૌ કામ સરળ થઇ જાય
પાવન કર્મનો સથવારો મળે,ત્યાં મોહ માયા તો છુટે
અંત દેહનો સુધરી જાય,જ્યાં પરમાત્મા આવે પડખે
                                      ………નામ દામ ને છુટે લોભ.
જીવનના બંધન તો કર્મના,ને દેહનાબંધન છે જગના
કર્મનો મર્મ એ સમજ મનની,સેવાના કામે સુધારાય
અવનીપરના આગમનને,ઉજ્વળ સોપાન છે દેવાય
જ્યાં પરમાત્માને સમક્ષ રાખીને,સત્કર્મ જગમાં કરાય
                                      ……..નામ દામ ને છુટે લોભ.

====================================

February 4th 2010

અણસાર

                   અણસાર

તાઃ૩/૨/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

વેલણ હાથમાં આવ્યું,ત્યાં રોટલી વણાઇ ગઇ
ને પેન હાથમાંઆવી,ત્યાં કવિતા લખાઇ ગઇ
સમજ મને ના પડી,ત્યાં  મુંઝવણ મળી ગઇ
અજબપ્રભુની લીલા,મને આજે સમજાઇ ગઇ

પ્રભાતે પ્રભુને ભજતાં,માતાનીમાયા મળી ગઇ
મહેનત મનથી કરતાં,પિતાની પ્રીત મળી ગઇ
ભક્તિ પ્રેમથીકરતાં,જલાસાંઇનીકૃપા મળી ગઇ
ને શ્રધ્ધા પ્રભુમાં રાખતાં,ઉજ્વળતા મળી ગઇ
આંગળીપકડી ગુરુજીની,ત્યાંમને રાહ મળી ગઇ

હ્યુસ્ટનમાંઆવતાંમને,સાહિત્યસરીતા મળી ગઇ
કલમ લેતા મને વિજયભાઇની પ્રીત મળી ગઇ
ગુજરાતી ગુજરાતીકરતાં મને સાઇટ મળી ગઇ
પગલીપગલી ચાલતામને નીસરણી મળી ગઇ

=================================

February 4th 2010

ભક્તોના રખેવાળ

                    ભક્તોના રખેવાળ

તાઃ૩/૨/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિમાં જ્યાં લાગે રંગ,હૈયુ અનંત છે હરખાય
સાચા સંતના શરણે રહેતા,જીવન પાવન થાય
                       ……… ભક્તિમાં જ્યાં લાગે રંગ.
શ્રધ્ધા રાખીને સંતમાં,પ્રભુ કૃપાને મેળવી લેવાય
જીવની ઉજ્વળતા પામવા,સાચુ શરણુ છે શોધાય
માયાનાબંધન તો દેહને,નેજીવને ભક્તિએ બંધાય
કામદામના મોહને મુકતાં,છે પ્રભુભક્તોના રખેવાળ
                      …………ભક્તિમાં જ્યાં લાગે રંગ.
સંતની ભક્તિ સાચી,જ્યાં પવિત્રતા સંગ નિર્મળપ્રેમ
માળા તિલક ને ભગવું,એમાં ના મળે ભક્તિ ના વ્હેણ
સંસારની કેડી પર ચાલતા, ભક્તિનો લઇને સહવાસ
તનથીમહેનત સેવામનથી,છેપ્રભુ ભક્તોના રખેવાળ
                          ………ભક્તિમાં જ્યાં લાગે રંગ.

*****************************************