February 4th 2010

સેવાના કામ

                            સેવાના કામ

તાઃ૪/૨/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

નામ દામ ને છુટે લોભ મોહ,જ્યાં થાય સેવાના કામ
પરમાત્માની કૃપા મળે,ને જીવનો જન્મ સાર્થક થાય
                                      ………..નામ દામ ને છુટે લોભ.
નિત્ય સવારે પુંજન અર્ચન,દેહનો દીન ઉજ્વળ થાય
ભક્તિપ્રેમ જ્યાં સાથદે,ત્યાં સૌ કામ સરળ થઇ જાય
પાવન કર્મનો સથવારો મળે,ત્યાં મોહ માયા તો છુટે
અંત દેહનો સુધરી જાય,જ્યાં પરમાત્મા આવે પડખે
                                      ………નામ દામ ને છુટે લોભ.
જીવનના બંધન તો કર્મના,ને દેહનાબંધન છે જગના
કર્મનો મર્મ એ સમજ મનની,સેવાના કામે સુધારાય
અવનીપરના આગમનને,ઉજ્વળ સોપાન છે દેવાય
જ્યાં પરમાત્માને સમક્ષ રાખીને,સત્કર્મ જગમાં કરાય
                                      ……..નામ દામ ને છુટે લોભ.

====================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment