February 5th 2010

દેહનુ આગમન

                       દેહનુ આગમન

તાઃ૫/૨/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળેલા જીવને જગમાં,કર્મના બંધન હોય
વાણી વર્તન સાચવી જીવતાં,ના તકલીફ જોઇ
                     ……..જન્મ મળેલા જીવને જગમાં.
આગમનનો અણસારમળે,જ્યાં મોહમાયા દેખાય
કર્મ તો  દેહના છે સંસ્કાર,ના કોઇથીજગે લેવાય
સાચી શ્રધ્ધા મનમાં  રહેતાં,કામ સરળ સૌ થાય
મળીજાય આશીર્વાદ દેહને,જન્મ સફળ થઇ જાય
                        ……..જન્મ મળેલા જીવને જગમાં.
માનવ મનની રીત નિરાળી,જ્યાં સરળતા દેખાય
ચાલીનીકળે એ માર્ગપર,ના અણસાર કોઇ વર્તાય
સમયઆવતાં પારખમળે,ના હાથમાં ત્યારે લેવાય
તકલીફોનો ભંડાર મળેત્યાં,જ્યાં દેખાવને મેળવાય
                       ……….જન્મ મળેલા જીવને જગમાં.
દેહ મળે જગે જ્યાં જીવને,ત્યાં કર્મ નિરખાઇ જાય
માનવદેહને તકમળે જીવનમાં,જે મુક્તિએ જવાય
ભક્તિપ્રેમને પારખી લેતા,જગે પુંજન અર્ચન થાય
સાચા સંતની કૃપા  મળે,જ્યાં મુક્તિ જીવને દેખાય
                        ……….જન્મ મળેલા જીવને જગમાં.

###############################

2 Comments »

  1. નમસ્કાર પ્રદીપભાઈ,
    આજે અનાયાસે આપના બ્લોગ પર આવી ચડ્યો…..
    સરસ અને ગહન ભાવ વ્યક્ત થયા છે રચનાઓમાં.
    હૈયે હોય તે હોઠે આવે એવું થતું હોય છે મનમાં ભક્તિ અને સત્સંગની ભાવના હોય એ શબ્દ દેહે વ્યક્ત થતી રહે છે.
    -અભિનંદન.

    Comment by ડૉ.મહેશ રાવલ — February 6, 2010 @ 1:09 am

  2. પ્રિય બ્લોગબંધુ,
    દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
    વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
    શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
    મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.કોમ

    સહકારની અપેક્ષાસહ,
    આપનો દિવ્યેશ વ્યાસ.

    Comment by divyesh vyas — February 7, 2010 @ 6:55 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment