February 14th 2010

તન અને મન

                        તન અને મન

તાઃ૧૪/૨/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરીલે કામ તનથી,ભજીલે રામ મનથી
             જમીલે આજ તનથી,કરીલે દાન મનથી.
                            ………..કરીલે કામ તનથી.
તનમનના સંબંધ નિરાળા,પળ પળ સંગે ચાલે
જીવદેહનો આ નાતો પણ,અવનીએ સાથે આવે
                             ……….કરીલે કામ તનથી.
મારુ એ છે તનના સંબંધ,ને તારુ એ છે મનના
માબાપનોસંબંધ બાળકથી,ઉજ્વળતામળેતનથી
                              ………કરીલે કામ તનથી.
કામથાય જગતમાંતનથી,પણ સંગે મનનોસાથ
મળીજાય સફળતાતનને,ભાવિનોમળી જાયસંગ
                              ………કરીલે કામ તનથી.
જ્યાં અવળીચાલે વાણી,ત્યાં મતી જાયછે ભાગી
તનને મળે જ્યાં લાકડી,મન શોધેછે ત્યાં ઢાંકણી
                              ………કરીલે કામ તનથી.
પ્રેમપ્રેમની કતારલાંબી,પણ સાચવી પકડી લેવી
અનંત લીલા પ્રેમની દીઠી,તનમનને રાખે જકડી
                              ………કરીલે કામ તનથી.

==============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment