February 24th 2010

મારું મન

                        મારું મન

તાઃ૨૫/૨/૨૦૧૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારું મનતો છે મર્કટ જેવું,અહીં તહીં કુદી જાય
આવે જ્યારે ખાડો સામે,ત્યારે અંદર પડી  જાય
                       ………..મારું મનતો છે મર્કટ જેવું.
એક સવારે અજવાળુ જોતાં,ખુબ જ મલકાઇ જાય
અંધારાની જ્યાં લહેર પડે,ત્યાંએતો અકળાઇ જાય
                         ……….મારું મનતો છે મર્કટ જેવું
મહેનત આવે જ્યાં આંગણે,ત્યાંજ એ ખોવાઇ જાય
ના શોધવાની  હિંમત થતાં,ભઇ એતો ડુબી જ જાય
                         ………..મારું મનતો છે મર્કટ જેવું.
મોટા મોટા મહેલોની ભઇ, દિવાલો જ્યાં આવી જાય
અકળામણના વાદળ મળતાં, એ તો લટકી જ જાય
                           ………..મારું મનતો છે મર્કટ જેવું.
નીરખે કિરણ જ્યાં પ્રભાતના,ત્યાં સમજણ ચાલીજાય
આગળ પાછળની ચિંતા થતાં,એ ત્યાં જ અટકી જાય
                           ………..મારું મનતો છે મર્કટ જેવું.
મળે જ્યાં મોહનાવાદળ એને,ત્યાં તો ઘેરાઇ જ જાય
ખીણ જેવા લાગતા  દુઃખના ડુંગર,ત્યાં જ મળી જાય
                           ………..મારું મનતો છે મર્કટ જેવું.

================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment