February 10th 2010

એકલુ કોણ?

                        એકલુ કોણ?

તાઃ૧૦/૨/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવ જગતમાં એકલો,ના તેને કોઇ સાથ
મોહ માયા છે દેહને, ના તેમાં કોઇ બાધ
                       ………જીવ જગતમાં એકલો.
પ્રભુ કૃપા છે જીવને,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
મુક્તિનામાર્ગ ખુલે પળવાર,શાંન્તિ મળીજાય
પળને  પારખી જીવ ચાલતાં,વ્યાધી દુર થાય
મળી જાય શ્રીજલાસાંઇ,જે ભક્તિએ દોરીજાય
                        ………જીવ જગતમાં એકલો.
દેહને લઇને માયા ચાલે,જે વળગે અપરંપાર
દ્રષ્ટિ એક પડી જાય દેહે,ત્યાં જીવ ભટકી જાય
મળશે મોહ તો દ્વારે દ્વારે,ના તેમાં છે કોઇ શંકા
પૃથ્વી પરના આગમનને,માયા રહી છે તરસી
                       ………..જીવ જગતમાં એકલો.
મુક્તિ માયા કાયાને મળે,ના કોઇનો ત્યાં સાથ
કર્મ એ છે કાયાના કામ,ને માયા વળગી ચાલે
જીવ જગતમાં એકલો,ના સંબંધ છે કોઇ દેહનો
આવ્યો એકલો જશે એકલો,કોઇ નથી મળનારુ
                         ……….જીવ જગતમાં એકલો.

%%%%%%%%%%%%%%%%%%%%%%

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment