February 10th 2010

જીવની જુવાની

                  જીવની જુવાની

તાઃ૧૦/૨/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જુવાની જોતાં જીવની,દેહ જગતમાં અકળાઇ જાય
જુવાન રહેવા દેહ તો જગે,ભઇ ચારવાર  લઇ ખાય
                         ……….જુવાની જોતાં જીવની.
વિટામીનની ગોળી ગળે,ને દુધ ગ્લાસ બે પી જાય
કસરતને આઘી રાખી,ગોળીની માત્રા ગણતો થાય
આ લેવુ કે એ લેવી કરતાં,જીંદગી  પણ પુરી થાય
દેહનો સંબંધ ઘડપણથી,અંતલાવે મૃત્યુ મળી જાય
                         ……….જુવાની જોતાં જીવની.
જીવ એતો અજર અમર,ના સમયના કોઇ બંધન
પ્રભુની માયા પારખી લેતાં,મુક્તિ એ છે સગપણ
એક જગતમાં માયા એવી,કેવી લીધી તે આધાર
મળે  અવતરણ દેહથી,જ્યાં ઉંમરના બંધન  થાય
                         ………જુવાની જોતાં જીવની.
ઘડપણ આવે છે દેહને,જે જગે કોઇથી ના રોકાય
આવતાંજતાં દેહોથી એ ટોકાય,આવે જ્યાં તે દ્વાર
ડગલું માંડતાં ટેકો દે દેહને,તે અંતનો દે અણસાર
જીવ જગતમાં જુવાની વાળો,ના જગે કોઇ ભીતી 
                          ………જુવાની જોતાં જીવની.

@@@@@@@@@@@@@@@@@@@@@@

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment