September 20th 2017

નવરાત્રીનો પ્રારંભ

Image result for નવરાત્રીનો પ્રારંભ
.         .નવરાત્રીનો પ્રારંભ   

તાઃ૨૦/૯/૨૦૧૭  (આસો સુદ-૧ ૨૧/૯/૧૭)  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માડી તારા અનંતપ્રેમની વર્ષા વરસે,જ્યાં પવિત્ર નવરાત્રીમાં પ્રેમથી ગરબા ગવાય
ગરબે ઘુમતા ભક્તજનો સૌ તાલીઓના તાલને પકડી,સંગે ડાંડીયા ખખડાવી જાય
......નિર્મળ ભક્તિ ભાવથી ગરબે ઘુમતા,અનેક માતાનો પવિત્ર પ્રેમ ભક્તોને મળી જાય.
કૃપાની પાવન રાહ મળે ગરબે ઘુમતા ભક્તોને,અજબ શક્તિની વર્ષા દેહ પર થાય
આંગણે આવી કૃપા મળે માડીની,મળેલદેહને જગતપર પાવનરાહનો સંગ મળી જાય 
નવરાત્રીનો પવિત્ર તહેવાર મળે જીવને સમયે,જે જીવનમાં માનવતાને મહેંકાવી જાય
સફળ જીવનમાં સરળ રાહનો સંગાથ મળતા,તાલીઓના તાલનો સહવાસ મળી જાય
......નિર્મળ ભક્તિ ભાવથી ગરબે ઘુમતા,અનેક માતાનો પવિત્ર પ્રેમ ભક્તોને મળી જાય.
આસો માસની અજવાળી રાતમાં પાવનરાહ પકડતા,આરાસુરથી માઅંબા આવી જાય
મેલડી માતાનો રણકાર ગાજે ગરબામાં,જ્યાં માતાનુ આગમન ભક્તોની શ્રધ્ધાએ થાય
પાવાગઢથી માતા કાળકા પધારી કરે કૃપાની વર્ષા,જીવને મળેલ જન્મ સફળ કરી જાય
અંતરમાં નારહે અપેક્ષા જીવનમાં,જ્યાં નવરાત્રીમાં કુળદેવી માતાની કૃપા જીવ પર થાય
......નિર્મળ ભક્તિ ભાવથી ગરબે ઘુમતા,અનેક માતાનો પવિત્ર પ્રેમ ભક્તોને મળી જાય.
==================================================================
September 1st 2017

માતાજીનો ગરબો

Related image

.                          .માતાજીનો ગરબો

તાઃ૧/૯/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારી ભક્તિ કરવા અનંત ભક્તો,પ્રેમ ભાવથી ગરબે ઘુમતા થાય
તાલીઓના તાલના સંગે શ્રધ્ધા રાખી,ડાંડીયા વગાડી વંદન કરતા જાય
......એવી આવી આ પવિત્ર નવરાત્રીએ અવનીપર,માતાના પ્રેમની વર્ષા થઈ જાય.
આરાસુરથી માતા અંબાજી આવ્યા,જોઇ ભક્તોની નિર્મળ ભક્તિની રાહ
પ્રેમ ભાવથી દાંડિયા રમતા ભક્તજનોની,તાલીઓને એ પારખી હરખાય
આવે પ્રેમની ગંગા લઈને માડી આંગણે,નિર્મળ ભક્તિએજ અનુભવ થાય
મળે માતાની કૃપા ભક્તોને આજે,જ્યાં નિખાલસ ભાવથી ગરબા ગવાય
......એવી આવી આ પવિત્ર નવરાત્રીએ અવનીપર,માતાના પ્રેમની વર્ષા થઈ જાય.
પવિત્ર ધર્મની આજ પવિત્રકેડી છે,જે સમયે જીવનમાં સાથ આપી જાય
આવે અનેક તહેવાર હિંદુ જીવનમાં,જે મળેલ જીવનનેએ મહેંકાવી જાય
ગરબાની પવિત્રરાહ મળે માનવીને,જ્યાં સમયપારખી દાંડીયારાસ રમાય
નિર્મળ ભક્તિએજ છે શ્રધ્ધાની કેડી,જે પવિત્ર જીવન ઉજવળ કરી જાય
......એવી આવી આ પવિત્ર નવરાત્રીએ અવનીપર,માતાના પ્રેમની વર્ષા થઈ જાય.
==============================================================
August 28th 2017

આફત આવી

.      .આફત આવી 

તાઃ૨૮/૮/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
કુદરતની આ અજબ લીલા છે અવનીપર,સમયને પકડતા માનવીને એ સમજાય
સમયની સાંકળ જગતપિતાનીકેડી,મેધરાજાને વર્ષાવી ભયંકર આફત આપી જાય
.......લાખો જીવો પર વરસાદ વરસતા,સંગે વીજળીના ધબકારે ધરના આંગણા ધબકી જાય.
રાતદીવસ નાસ્પર્શે આ સમયને,કે ના સુર્યનારાયણના દર્શન કોઇ માનવીને થાય
અજબ ધબકારા થાય અવનીપર વીજળીના,જે સાંભળી અનેક જીવો ભટકી જાય
ધુમ ધડાકા લઈને વરસાદનુ આગમન થતા,માનવીને કુદરતની આફત મળી જાય
ના આગમન કે વિદાય સ્પર્શે અવની પર,જે માનવીના ધરને પ્રેમથી ખોલી જાય
.......લાખો જીવો પર વરસાદ વરસતા,સંગે વીજળીના ધબકારે ધરના આંગણા ધબકી જાય.
કરેલકર્મ એ પકડે જીવને દેહ મળતા દેખાય,કુદરતની કળીયુગી થાપડ ના પકડાય
સમય એતો છે કુદરતની સાંકળ જગતપર,ના કોઇ જીવથી આવતી કાલ સમજાય 
ક્યારે અને ક્યાં કુદરતની લીલા મેળવાય,એ અવની પર કોઇ જીવથી એ પકડાય
મળે જગતપર આફતની હેલી અચાનક,સફળતાની ના કોઇ જ કેડી પણ મેળવાય
.......લાખો જીવો પર વરસાદ વરસતા,સંગે વીજળીના ધબકારે ધરના આંગણા ધબકી જાય.
=======================================================================

 

August 15th 2017

आझाद दीन

Related image
.      .आझाद दीन
ताः१५/८/२०१७       प्रदीप ब्रह्मभट्ट 

भारत मेरा देशहै महान,जीसे आझाद दीनपर प्रदीपका सलाम
प्रेम भावसे रहेते हे भारतके वासी,उज्वळ जीवनको लेके साथ
......एसे मेरे देश भारतका,आज आझाद दीन पर करते हे सन्मान.
भारत देशकी जनता है पवित्र,और साथमे हिंमत रखते है अपार
देशके जो बने है मंत्री,वो अजब शक्तिको रखके करते थे काम
आजादीकी हैअमरगाथा भारतकी,अंग्रेजोको भगाके कीया आझाद
परमशांन्तिको देकर देशकी जनताको,अजब शांंन्तिका दीया साथ
......एसे मेरे देश भारतका,आज आझाद दीन पर करते हे सन्मान
पवित्रराह पर लेजानेसे देशको,जगतमे मिलताहै अनेक देशका मान
भारतवासी है शक्तिशाळी जीवनमें,उज्वळराहसे करते है सब काम
देशके गुजराती है श्रध्धाशाळी,जो देशको दीलातेहै गौरव और मान
वडाप्रधान है श्री नरेंद्रभाइमोदी,दुनीयामे भारतको करवाते है सलाम
......एसे मेरे देश भारतका,आज आझाद दीन पर करते हे सन्मान.
=====================================================

	
August 15th 2017

ગીરધર ગોપાલ

Image result for ગીરધર ગોપાલ
.       .ગીરધર ગોપાલ 

તાઃ૧૫/૮/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં વ્હાલા ગીરધર ગોપાલા,મા જશોદાના દીકરા થઈ આવ્યા
રાધીકા સંગે એ મોરલી વગાડતા,ગોપીઓના એ વ્હાલાય કહેવાયા
...એવા અવતારી જન્માષ્ટમીએ આવ્યા અવનીપર,જે શ્રી કૃષ્ણથી ઓળખાય.
પવિત્રપ્રેમની ગંગાને વહેવડાવતા,મથુરામાં અનેકનો પ્રેમ મેળવી જાય
સમયની સાથે ચાલતા જીવનમાં,માની અનંત કૃપાનો લાભ લઈ જાય
વાંસળી વગાડી સ્વર દીધો પ્રેમીઓને,જે વૃદાવનમાંય સંભળાઇ જાય
તાલીઓના તાલને પકડી ચાલતા,ગોપીઓ સંગે એ ગરબે ઘુમી જાય
...એવા અવતારી જન્માષ્ટમીએ આવ્યા અવનીપર,જે શ્રી કૃષ્ણથી ઓળખાય.
પરમાત્માએ લીધેલદેહ અવનીપર,કૃષ્ણકનૈયા ગીરધર ગોપાલાય કહેવાય
અનેક પવિત્રનામનો સંગ રહેતા,અનેક ગોપીઓના વ્હાલાએ થઈ જાય
દાંડીયા સંગે વાંસળીય વગાડતા,ધરતીના જીવોને પાવનરાહ આપીજાય
પ્રદીપના એવ્હાલા શ્રીકૃષ્ણનો આજે જન્મદીવસ,સૌ ભક્તોથી ઉજવાય
...એવા અવતારી જન્માષ્ટમીએ આવ્યા અવનીપર,જે શ્રી કૃષ્ણથી ઓળખાય.
=========================================================
August 7th 2017

રાખડી પ્રેમ

.....Related image.....
.      .રાખડી પ્રેમ
તાઃ૭/૮/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રપ્રેમની રાહ મળે ભાઈને,જ્યાં રક્ષાબંધન નિમીત્તે રાખડી બંધાન
ભાઇના હાથને પકડી લઇ બહેન,પરમ પ્રેમની ગંગાને વહેવડાઈ જાય
.....એવો આતહેવાર વર્ષમાં આવે એકવાર,જે ભાઈબહેનના પ્રેમથી પરખાય.
ધર્મકર્મના સંબંધદેહને જેઅવનીપર મેળવાય,એજ પવિત્રરાહે લઈ જાય
ઉજવળ જીવનની રાહ મળે જીવને,જ્યાં માબાપના પ્રેમની વર્ષા થાય
મળેલ કાયાના સંબંધ એજ કર્મના સ્પર્શ,જીવને મળેલ દેહથી સમજાય
મળે બહેનનો પ્રેમ નિખાલસ ભાઈને,જે સમયના સ્પર્શથીજ મળી જાય
.....એવો આતહેવાર વર્ષમાં આવે એકવાર,જે ભાઈબહેનના પ્રેમથી પરખાય.
અજબપ્રેમ જગતમાં ભાઈ બહેનનો,ના કોઇ દેહથી કદીય દુર રહેવાય
સમયનીરાહ જુએછે ભાઈ અવનીએ,ત્યાં બહેન આવી રાખડી દઈજાય
એજ પવિત્રપ્રેમ છે નિખાલસ જીવનનો,પાવનપ્રેમની ગંગાએ મળી જાય
નિર્મળપ્રેમ ને નિર્મળ સંબંધ છે જીવનો,જે બહેનના હાથથીજ મળીજાય
.....એવો આતહેવાર વર્ષમાં આવે એકવાર,જે ભાઈબહેનના પ્રેમથી પરખાય.
==========================================================

	
July 24th 2017

પવિત્ર શ્રાવણમાસ

...Image result for પવિત્ર શ્રાવણમાસ...
.           .પવિત્ર શ્રાવણમાસ 
તાઃ૨૪/૭/૨૦૧૭                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનકર્મની કેડી પકડવા જીવનમાં,પવિત્ર ધર્મ પ્રભુકૃપાએ મેળવાય
શ્રધ્ધા રાખીને શ્રી ભોલેનાથને અર્ચનાકરતા,જીવન ઉજવળ થઈજાય
.....એજ પવિત્ર શ્રાવણમાસની કૃપા,જે મળેલ જન્મને સાર્થક કરી જાય.
ૐ નમઃ શિવાયનુ સ્મરણ કરતા,સંગે શીવોહમનુ સ્મરણ પણ કરાય
અજબ શક્તિશાળી છે પરમાત્મા,માતા પાર્વતીનીય કૃપા આપી જાય
ભાગ્યવિધાતા ગજાનંદ વ્હાલાસંતાન,પિતા ભોલેનાથનો પ્રેમ દઈ જાય
મળેલદેહને સાર્થક કરે કૃપાએ,જગતમાં નાકોઇ આફત અથડાઈ જાય
.....એજ પવિત્ર શ્રાવણમાસની કૃપા,જે મળેલ જન્મને સાર્થક કરી જાય.
પરમ કૃપાળુ શ્રી શંકર ભગવાન,પવિત્ર ગંગાને જગતપર વર્ષાવી જાય
અવનીપરના અબજો જીવોને દર્શંનથી,મુક્તિની પવિત્રરાહે દોરી જાય
ગજાનંદની પરમકૃપાએ મારીધ્ધી સિધ્ધીની,પાવનરાહ જીવને મળીજાય
પવિત્ર શ્રાવણ માસમાં શ્રીશીવજીની અસીમકૃપાએ,જીવથી પુંજન થાય
.....એજ પવિત્ર શ્રાવણમાસની કૃપા,જે મળેલ જન્મને સાર્થક કરી જાય.
======================================================

	
July 1st 2017

ભગવાનની કૃપા

Image result for સ્વામીનારાયણ
.     .ભગવાનની કૃપા    

તાઃ૧/૭/૨૦૧૭      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમપ્રેમની ગંગા વહેવડાવીને,સંતો હ્યુસ્ટન આવી કૃપા કરી જાય
સ્વામીનારાયણ ભગવાનની કૃપા દેવા,પવિત્રકથા અહીં કરી જાય
....એજ મદનમોહનભાઈની નિર્મળ ભક્તિ,વડતાલ ધામને હ્યુસ્ટન લાવી જાય.
શ્રધ્ધા ભક્તિ સંતોની છે નિર્મળ,જે જીવને પવિત્રરાહ આપી જાય
પરમાત્માનો પ્રેમ દેવા પધાર્યા અહીં,એજ ભક્તોની શ્રધ્ધા કહેવાય
મળેલ દેહને પાવનરાહ મળતા,જીવને મુક્તિમાર્ગની રાહ મળીજાય
પ્રદીપનેપવિત્રરાહ મળી હ્યુસ્ટનમાં,જે મંદીરના નિર્માણથી મેળવાય
....એજ મદનમોહનભાઈની નિર્મળ ભક્તિ,વડતાલ ધામને હ્યુસ્ટન લાવી જાય.
વંદન કરતા આશિર્વાદ મળે દેહને,જે સંતોની નિર્મળકૃપા કહેવાય
ભક્તોના જીવનનેપાવન કરવા,વડતાલથી પધારી રહ્યા છે ભગવાન
પવિત્રભુમી કરવા નિમીત બન્યા મદનભાઈ,જે સંતોની કૃપાકહેવાય
અવનીપરના આગમનને સ્પર્શે સમય,જે નિર્મળભક્તિ એજ છટકાય
....એજ મદનમોહનભાઈની નિર્મળ ભક્તિ,વડતાલ ધામને હ્યુસ્ટન લાવી જાય.
=========================================================
   શ્રી સ્વામીનારાયણ ભગવાનની કૃપા મળતા હ્યુસ્ટનમાં શ્રી મદનમોહનભાઈની
પવિત્ર ભક્તિએ વડતાલ ધામનું મંદીર બની રહ્યુ છે જે તેમની શ્રધ્ધા અને નિર્મળ 
ભક્તિ છે જે અહીંયા વસતા ભક્તોને દર્શન અને ભક્તિની તક મળે તે ભાવનાથી
તે નિમીત બની પવિત્રજીવન જીવી રહ્યા છે જે તેમના કર્મથી દેખાય છે અને તે
પવિત્રયાદ નિમીત્તે આ કાવ્ય સંતના આશિર્વાદ સાથે તેમને ભેંટ આપુ છુ.
લી.પ્રદીપ અને રમા બ્રહ્મભટ્ટ પરિવાર તરફથી સપ્રેમ ભેંટ તાઃ૧/૭/૨૦૧૭ હ્યુસ્ટન.
============================================================

June 24th 2017

મમ્મીના આશિર્વાદ

...Image result for જય શ્રીકૃષ્ણ અવતાર...
.     .મમ્મીના આશિર્વાદ 

તાઃ૨૫/૬/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળ્યો નિખાલસ પ્રેમ મમ્મીનો,ત્યાં પવિત્ર પ્રેમની ગંગા મળી જાય
પરમાત્માની પરમકૃપા મળી,ત્યાં એ ભારતના વડાપ્રધાન થઇ જાય
.....એજ શાન જગતમાં ગુજરાતીઓની,જે નરેન્દ્રભાઈની લાયકાતથી મેળવાય.
કળીયુગની પાવનરાહ મેળવીને,જીવનમાં માનવતા સંગે જીવી જાય
અદભુત કૃપા મળેલ જીવને અવનીએ,જે માનવ દેહને સ્પર્શી જાય
પવિત્ર ભુમી ભારતમાં દેહ મેળવી,ગુજરાતીઓની શાન વધારી જાય
સમાજનોસંગ જીવનમાં રાખતા,ગુજરાતના મુખ્યપ્રધાન પણ કહેવાય
.....એજ શાન જગતમાં ગુજરાતીઓની,જે નરેન્દ્રભાઈની લાયકાતથી મેળવાય.
અનેક રાજકારણીઓની અપેક્ષા દેશમાં,અભિમાનના સંગે લટકી જાય
સત્તા મેળવવા જીવનમાં આંગળી પકડી,માનસન્માન શોધવા એ જાય
નામળે લાયકાત જ્યાં દેખાવ અડે,ત્યાં સંબંધીઓની લાકડી પડી જાય
આશિર્વાદની પવિત્રરાહ માતાથી મળતા,જગતમાં સન્માન મેળવી જાય
.....એજ શાન જગતમાં ગુજરાતીઓની,જે નરેન્દ્રભાઈની લાયકાતથી મેળવાય.
===========================================================
  પરમકૃપા માતા હીરાબાના આશિર્વાદથી મળતા શ્રી નરેંદ્રભાઈ ગુજરાતના 
મુખ્યપ્રધાન થયા.જે કલમપ્રેમીઓ માટે ખુબજ આનંદની વાત છે.લેખક તરીકે 
સન્માન સંગે રાજકારણમાં લાયકાત મેળવતા અત્યારે તેઓ ભારતના વડાપ્રધાન 
તરીકે અમેરીકામાં સન્માન મેળવી રહ્યા છે તે ગુજરાતીઓ માટે ગૌરવ છે.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનના કલમપ્રેમીઓના અભિનંદન સંગે સપ્રેમ ભેંટ.

 

June 8th 2017

જલારામને પ્રેરણા

....Related image....
.     .જલારામને પ્રેરણા
તાઃ૮/૬/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માનવદેહને પ્રેરણા આપી નિર્મળ,જે મળેલ જન્મને સાર્થક કરી જાય
અવનીપરના બંધનને છોડવા,પરમાત્માની કૃપાએ અન્નદાન દઈ જાય
.....એ જ સંકેત છે અવિનાશીનો,અંતે ઝોળી ને ડંડો આપીને ભાગી જાય.
ભંક્તિમાર્ગની ચીંધી આંગળી જલારામને,ના મંદીરની અપેક્ષા રખાય
નિર્મળ ભાવનાએ જીવન જીવતા,પવિત્ર જીવ વિરબાઈનોજ કહેવાય
સંસ્કારની સાચી નિર્મળરાહ મળે માબાપથી,જે તેમના વર્તને દેખાય
જલારામની શ્રધ્ધા સાચી જીવનમાં,જ્યાં પરમાત્મા પરિક્ષા કરી જાય
.....એ જ સંકેત છે અવિનાશીનો,અંતે ઝોળી ને ડંડો આપીને ભાગી જાય.
અનેકદેહોને ભોજન દઈને જીવતા,જ્યાં આશિર્વાદની વર્ષા થઈ જાય
અપેક્ષાની ના ચાદર ઓઢતા જીવનમા,પાવન કર્મની પ્રેરણા મેળવાય
સંત ભોજલરામની ચીંધેલઆંગળી,સંસારને પવિત્રરાહ પણ આપી જાય
મળેલપ્રેમ માબાપનો જીવનમાં,ઉજવળરાહે જીવને મુક્તિમાર્ગ દઈ જાય
.....એ જ સંકેત છે અવિનાશીનો,અંતે ઝોળી ને ડંડો આપીને ભાગી જાય.
========================================================
Next Page »