July 11th 2015
. . સ્મરણ સીતારામ
તાઃ૩૦/૩/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી ભજી લેજે શ્રી રામ,તારા પુરણ થશે સૌ કામ
ઘરમાં સ્મરી લેજે સીતારામ,અંતે મળશેમુક્તિધામ
. ……………………મનથી ભજી લેજે શ્રી રામ.
ભક્તિમાર્ગની નિર્મળ કેડી,સાચી શ્રધ્ધાએ મળીજાય
માનઅપમાનને છોડી દેતાંજ,આજીવન મહેંકી જાય
કળીયુગની કાતર છે એવી,જે સાચી ભક્તિકાપીજાય
દેખાવની દુનીયા આંબવા,જલાસાંઇની ભક્તિ થાય
. …………………..મનથી ભજી લેજે શ્રી રામ.
નિર્મળજીવનની જ્યોતપ્રગટે,જ્યાં સીતારામભજાય
કુદરતની એજ અસીમ કૃપા છે,જે સદમાર્ગે લઈ જાય
ભક્તિ ભાવને નિખાલસ રાખી,શ્રી રામની ભક્તિથાય
ના સંસારની ચાદર ઢંકાય,કે ના મોહમાયા અથડાય
. ……………………મનથી ભજી લેજે શ્રી રામ.
++++++++++++++++++++++++++++++++++
July 6th 2015
. . ભક્તિનો માર્ગ
તાઃ૬/૭/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપિતાની આ અજબ છે લીલા,આગમને દેખાય જીવને મળેલ દેહ અવનીએ,ભક્તિ માર્ગે જ સમજાય …….શ્રધ્ધાએ કરેલ પ્રાર્થના,પરમાત્માના ચરણને સ્પર્શી જાય. મનનેમળે છે માયા જીવનમાં,જ્યાં કળીયુગ અડીજાય
અપેક્ષાની ચાદરને છોડતા,જીવને શાંન્તિજ મળી જાય
સાચાસંતને શરણે જતા,નિખાલસ જીવન આ થઈજાય
જલાસાંઈની સાચી રાહે,જીવને ભક્તિ માર્ગ મળી જાય ………એજ સાચી ભક્તિ છે,જે જીવને અનંત શાંન્તિ દઈ જાય.
કર્મના બંધન એજ જીવના સંબંધ,જે કર્મ થકી મેળવાય અજબશક્તિ અવીનાશીની,જન્મમરણના બંધનેદેખાય
માતાપિતાનો પ્રેમ સાચો,જીવને દેહ મળતાજ સમજાય મળેલ દેહને પાવન કરવા,સંત જલાસાંઇની ભક્તિથાય
………જે જીવને નિર્મળ જીવન આપી,મુક્તિ માર્ગે જદોરી જાય. ====================================
June 23rd 2015
. . સવાર મળી
તાઃ૨૩/૬/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી સુર્યદેવનું, આગમન સવાર આપી જાય
પ્રત્યક્ષ દેવનું દર્શન કરતા,જગતના જીવોને સુખ મળી જાય
…………એજ સાચી શક્તિ છે,જે અવનીએ જીવોને રાહ સાચી દઈ જાય.
પ્રભાતપહોરે સુર્યદેવને અર્ચના કરતાં,જીવન ઉજ્વળ થાય
મળે પ્રેમ જીવોને પરમાત્માનો,જે દેહને શાંન્તિ આપી જાય
ના અપેક્ષા ના માગણી રહેતાં,કળીયુગની કાતર છુટી જાય
શાન્તિનાવાદળ વરસતા જીવનમાં,નાઆફત કોઈઅથડાય
…………એજ સાચી શક્તિ છે,જે અવનીએ જીવોને રાહ સાચી દઈ જાય.
જલાસાંઇની સાચી રાહે,સંસારી જીવને ભક્તિરાહ મળી જાય
નિર્મળતાનો સંગ રાખી જીવતા,પરમાત્માની કૃપા થઈ જાય
પ્રભાતપારખે ત્યાં સંધ્યામળે,ત્યાં જીવનમાં પ્રેમ પ્રસરી જાય
અજબ કૃપા છે અવીનાશીની,જે દેહ મળતા જીવને સમજાય
…………એજ સાચી શક્તિ છે,જે અવનીએ જીવોને રાહ સાચી દઈ જાય.
========================================
June 18th 2015

.
.
.
.
.
.
.
. .જલાસાંઇ જ્યોત
તાઃ૧૮/૬/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં માનવતા સચવાય
જલાસાંઇની જ્યોત જીવને,અનંત આનંદ આપી જાય
………..શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય.
જલારામની નિર્મળ ભક્તિ,જીવને ભક્તિરાહ દઈ જાય
વિરબાઈ માતાની પ્રેમ જ્યોતે,પરમાત્મા ભાગી જાય
ઝોળી દંડો આપીને ભાગતા,સાચી માનવતા સમજાય
મુક્તિમાર્ગની આંગળી ચીંધતા,જીવોને રાહ મળી જાય
………..શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય.
અવનીપરનુ આગમન સાંઈનુ,નાકોઇ જીવથી બતાવાય
માનવતા મહેંકાવી જીવતા,જીવોને સાચીરાહ આપી જાય
જ્યોતપ્રેમની પ્રગટે જીવનમાં,અનંત શાંન્તિ આપી જાય
વિદાયલીધી અવનીથી, દેહ જમીનમાં વિલીન થઈ જાય
………..શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય.
======================================
June 7th 2015

.
.
.
.
.
.
.
.
.
.
.
.
. .જ્યોત નિર્મળ
તાઃ૭/૬/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અસીમ કૃપા છે પરમાત્માની,જે જલાબાપાથી દેખાય
અનેક જીવોને પ્રેમથી ખવડાવીને,પ્રભુકૃપા લઈ જાય
….એ વિરબાઈ માતાની સંસ્કારી કેડીથી જલાબાપાને મળી જાય.
નિર્મળભાવે ભક્તિ કરતાં,ને મનથી કર્મ એ કરી જાય
ના માગણી ના મોહ તેમને,તેમના કર્મથી એ દેખાય
વિરબાઇ માતાની પવિત્ર રાહે,પરમાત્મા ભાગી જાય
લાકડી ઝોળી એ કૃપા પ્રભુની,જે પરીક્ષાએ મળી જાય
….એ વિરબાઈ માતાની સંસ્કારી કેડીથી જલાબાપાને મળી જાય.
રામનામની માળા કરતા,ને કર્મની કેડી પકડીએ જાય
મળેલરાહ માબાપથી જીવનમાં,કુળ ઉજ્વળ કરી જાય
સંસ્કાર મળેલા સાચવી વિરબાઇ,પતિના પગલે જાય
એજ સાચી નિર્મળ જ્યોત,જે જીવને કૃપાએ મળી જાય
….એ વિરબાઈ માતાની સંસ્કારી કેડીથી જલાબાપાને મળી જાય.
=====================================
May 29th 2015
. . મારુ તારુ
તાઃ૨૯/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ પ્રેમથી ભક્તિ કરતા,પાવન રાહ મળી જાય
શ્રધ્ધારાખીને દીવો પ્રગટતા,જીવનસુખી થઈ જાય
………….એજ સાચી ભાવના જીવની,નિખાલસ પ્રેમ પામી જાય.
ઉજ્વળજીવનની કેડી મળે,જ્યાં કૃપાપ્રભુની થઈજાય
ના મારુ તારુની માયા વળગે,એ જન્મસફળ કરી જાય
મળે દેહને માન સન્માન,જ્યાં પવિત્રરાહ દેવાઈ જાય
અનેક જીવોને શાંન્તિ મળતા,પરમાત્માની કૃપા થાય
………….એજ સાચી ભાવના જીવની,નિખાલસ પ્રેમ પામી જાય.
મળતી માયા કાયાને જગે,જે કળીયુગની કેડીએ દેખાય
શાંન્તિનો સહવાસ મેળવવા,પવિત્રપ્રેમથી ભક્તિ થાય
મારુ એતો જીવનો સંબંધ,ને તારુએ કર્મબંધનથી દેવાય
ના માગે મળે જીવને જગતમાં,એજ સાચી કૃપા કહેવાય
………….એજ સાચી ભાવના જીવની,નિખાલસ પ્રેમ પામી જાય.
=====================================
May 16th 2015
. .આંગળી ચીંધી
તાઃ૧૬/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ મળતા જીવને અવનીએ,કર્મબંધન જકડી જાય
પ્રેમની નિર્મળ રાહ મળે,ત્યાં સુખ શાંન્તિ મળી જાય
………..પવિત્રપ્રેમથી ચીંધેલ આંગળીએ સાચીરાહ મળી જાય.
માનવ જીવનએજ કૃપા પ્રભુની,દેહ મળતા સમજાય
સરળરાહ મળે જીવને,જ્યાં માબાપનો પ્રેમમળી જાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,સંત જલાસાંઇની કૃપા થાય
વડીલને પ્રેમેવંદન કરતા,સત્માર્ગે આંગળી ચીધી જાય
………..મળે સાચીરાહ જીવને,જે જીવને શાંન્તિ જ આપી જાય કરેલ કર્મ જકડે જીવને,જે માનવીને થતા કર્મથી દેખાય મળે શાંન્તિ જીવને,જ્યાં પ્રભાતે સુર્યદેવના દર્શન થાય કૃપા જીવ પર થાય સુર્યદેવની,જે અનુભવથીજ દેખાય ના માગણીમોહની આશારહે,કે નાકોઇ અપેક્ષાએજકડાય ………..એજ સાચી જ્યોતકૃપાની,જીવને મુક્તિમાર્ગે લઈજાય. ====================================
January 9th 2015

. .ગુરૂદેવની કૃપા
તાઃ૯/૧/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિરપુર ગામની શાન જગતમાં,એપવિત્ર ભક્તિએ દેખાય
જલારામની જ્યોત પ્રગટી,જ્યાં ગુરૂ ભોજલરામને વંદાય
…….એજ જલારામની ભક્તિકેડી,જે ગુરૂદેવની કૃપાએજ મળી જાય.
મળે પ્રેમ માબાપનો,ત્યાં જીવનો જન્મ પાવન થઈ જાય
જીવના આગમનને,પરમાત્માની અસીમકૃપા મળી જાય
ભક્તિરાહ મળે માબાપથી,જ્યાં સંતાનને સંસ્કાર અપાય
પવિત્રપ્રેમની ગંગા વહેતા,જીવનની જ્યોત પ્રગટી જાય
…….એજ જલારામની ભક્તિકેડી,જે ગુરૂદેવની કૃપાએજ મળી જાય.
અનેક જીવોને એ શાંન્તિ આપતા,જે અન્નદાનથી જ દેખાય
વિરબાઇમાતાના સંસ્કારી સાથે,જલારામ જગતમાં વંદાય
ભોજલરામની સાચી કૃપાએ,પવિત્ર જીવન રાહ મળી જાય
ઉજ્વળ જીવનનીરાહ મળે,જ્યાં પવિત્ર ગુરૂનીકૃપાથઈજાય
…….એજ જલારામની ભક્તિકેડી,જે ગુરૂદેવની કૃપાએજ મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++
December 31st 2014
. .જય માતાજી
તાઃ૨૯/૧૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારા ચરણ સ્પર્શતા,સાચો ભક્તિરાહ મળી જાય
ઉજ્વળ જીવનની કેડી લેતાં,આજન્મ પાવન થઇ જાય
………….એવી માડી કાળકાના સ્મરણથી,પુણ્ય કર્મ થઈ જાય.
અજબ શક્તિ મા તારી,શ્રધ્ધાએ દર્શનથી જ મળી જાય
મોહમાયાના સ્પર્શે જીવને,ના કળીયુગી કાતર મેળવાય
ૐ ક્રી કાલિયે નમઃસ્મરણથી,ભુતપલીત પણ ભાગીજાય
નિર્મળ જીવનમાં શાંન્તિ મળે,એજ કૃપા માતારી કહેવાય
………….એવી માડી કાળકાના સ્મરણથી,પુણ્ય કર્મ થઈ જાય.
કુળદેવી માકાળકા પ્રદીપની,સંગે રમારવિદીપલની થાય
ભક્તિ મનથી સદાયકરતા,મા તારી અતુટકૃપા મળી જાય
લાગણીમોહની ચાદર છુટતા,સદાયપ્રેમ માતાનો મેળવાય
આગમનવિદાયના બંધન છોડવા,મા તારી કૃપા મળી જાય
………….એવી માડી કાળકાના સ્મરણથી,પુણ્ય કર્મ થઈ જાય.
====================================
December 18th 2014
.ઉજ્વળકેડી
તા:૯/૧૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માનવદેહ જીવને,જ્યાં ભોલેનાથની કૃપા થઇ જાય
આગમન અવનીપર થતાં,જીવને ભક્તિરાહ મળી જાય
. …………………..મળે માનવદેહ જીવને.
કર્મનીકેડી છે જીવના બંધન,એ પરમ કૃપાએજ સચવાય
મોહમાયાની સાંકળ છુટતાં,પવિત્રકર્મ જીવનમાં થઇજાય
લાગણીમોહને પાવન કરતા,જીવને ભક્તિપ્રેમ મળી જાય
ના અંતરમાં કોઇ ઉભરોરહે,કે ના કર્મના બંધન જકડી જાય
. …………………….. મળે માનવદેહ જીવને.
જીવને મળે ઉજ્વળ કેડી,જ્યાં નિશ્વાર્થ ભાવે પ્રભુને ભજાય
આવી શાંન્તિમળે જીવને,શ્રધ્ધાએ ભોલેનાથને વંદનથાય
ૐ નમઃ શિવાય ના જાપે,જીવને સાચી રાહ પણ મળી જાય
અંતે મળે જીવને મુક્તિ અવનીથી,સ્વર્ગની રાહે ચાલી જાય
. …………………….મળે માનવદેહ જીવને.
=======================================