April 26th 2021
###
###
. .કુદરતનો પ્રેમ
તાઃ૨૬/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહને સમયનો સંગાથ મળૅ જીવનમાં,જે દેહને કર્મથી સમજાય
પવિત્ર કર્મની રાહ મળે જીવનમાં,જ્યાં કુદરતનો પવિત્રપ્રેમ મળીજાય
....એ જીવને થઈ રહેલ કર્મથી સમજાય,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.
આજકાલને નાકોઇ પકડીશકે જીવનમાં,કે જગતમાં નાકોઇથી છટકાય
કર્મનો સંબંધ દેહને જે સમજીને ચલાય,ના કોઇજ અપેક્ષા દેહને થાય
જીવને ગતજન્મે થયેલકર્મથી દેહમળે,એ સંબંધીઓનો સાથ આપી જાય
પવિત્રરાહ જીવનમાં મળે,જ્યાં મળેલદેહથી શ્રધ્ધાથી ઘરમાં પુંજન કરાય
....એ જીવને થઈ રહેલ કર્મથી સમજાય,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.
સમય સમજીને ચાલતો માનવી,જીવનમાં નાઅપેક્ષા એજ કર્મ કરી જાય
મળેલ માનવદેહનુ સન્માન થાય,જે અનેકનો નિખાલસ પ્રેમ મળી જાય
અદભુત કૃપા પરમાત્માની થઇ જાય,ત્યાં સુખ શાંંતિનો સંગાથ મેળવાય
અનેકદેહથી અવનીપર આવ્યા પ્રભુ,શ્રધ્ધાથી કોઇપણ દેહની પુંજા થાય
....એ જીવને થઈ રહેલ કર્મથી સમજાય,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.
************************************************************
April 23rd 2021
. .ના માગણી કે અપેક્ષા
તાઃ૨૩/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળ્યો કલમપ્રેમીઓનો,જે હ્યુસ્ટનમાં પકડેલ કલમથી મેળવાય
નામાગણી કે કોઇઅપેક્ષા રહી,જે નિખાલસ ભાવનાથી પ્રેમ આપી જાય
....એવા વ્હાલા કલમપ્રેમીઓથી,પવિત્રપ્રેમ માતા સરસ્વતીનો જીવનમાં મળી જાય.
પવિત્રરાહે કલમથી રચના કરી જાય,જે અનેક વાંચકોને ખુશ કરી જાય
કલમ પકડી સંગે નાકોઇ અપેક્ષા રાખે,એ માતાની કૃપાથી રચના થાય
વ્હાલા કલમપ્રેમી સમયની સાથે ચાલતા,સંત જલારામનો પ્રેમ મળીજાય
એજ પવિત્રકૃપા મળેલ દેહપર થાય,જે મગજને પાવનરાહથી પ્રેરી જાય
....એવા વ્હાલા કલમપ્રેમીઓથી,પવિત્રપ્રેમ માતા સરસ્વતીનો જીવનમાં મળી જાય.
ક્લમના ચાહકોથી રચના થતા,વાંચકોને ખુબ આનંદથી ખુશ કરી જાય
મળેલ માનવદેહને મગજનો સંગાથ છે,જે જીવનમાં કલમથીજ પ્રેરી જાય
કલમથી કરેલ રચના એમાતાની કૃપા,અનેક વાંચકોને આનંદ આપી જાય
ના કોઇજ અપેક્ષા જીવનમાં રાખતા,પવિત્રપ્રેમની વર્ષા કૃપાએ થઈ જાય
....એવા વ્હાલા કલમપ્રેમીઓથી,પવિત્રપ્રેમ માતા સરસ્વતીનો જીવનમાં મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 19th 2021

. .પવિત્ર પ્રેમ સાંકળ
તાઃ૧૯/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પ્રેમ મળે મમ્મીનો સંતાનને,જે દેહને પાવનરાહે લઈ જાય
જીવનમાં સંબંધછે કર્મનો,મળેલદેહના જીવને પવિત્રપ્રેમ મળીજાય
....સમયની સાથે ચાલતા બાળપણ,જુવાનીમાં પ્રવિત્રરીતે સમયને સચવાય.
કુદરતની આકૃપા અવનીપર નિરાળી,નિખાલસ ભાવનાથી પ્રેરીજાય
માનવદેહને સમયનો સંબંધ છે જીવનમાં,જે સમયે કર્મ કરાવી જાય
મમ્મીનો સંતાનને સમયે પ્રેમ મળે,એ નિખાલસ પવિત્ર પ્રેમ કહેવાય
સમયની સાથે ચાલતા અનુભવ થાય,જે બાળકને આનંદઆપી જાય
...સમયની સાથે ચાલતા બાળપણ,જુવાનીમાં પ્રવિત્રરીતે સમયને સચવાય.
પવિત્રપ્રેમની સાંકળ એજ સુખઆપે,જે પ્રેમની જ્યોત પ્રગટાવી જાય
અદભુતલીલા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહને મળી જાય
પાવનરાહે જીવનજીવતા અનેકના,નિખાલસ પ્રેમથી જીવને શાંંતિ થાય
જીવને દેહ મળે અવનીપર,જે ગત જન્મના દેહના કર્મનીજ મળી જાય
...સમયની સાથે ચાલતા બાળપણ,જુવાનીમાં પ્રવિત્રરીતે સમયને સચવાય.
###########################################################
April 16th 2021
**
++
. .જ્યોત પ્રગટી
તાઃ૧૬/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની પવિત્રકૃપા અવનીપર,જે સમય સંગે ચાલતા દેહથી મેળવાય
જગતમાં જીવને સંબધ છે કર્મથી,એ પવિત્ર કુદરતની લીલાજ કહેવાય
....પરમાત્માની કૃપાએ માનવદેહ મળે જીવને,જે સમયની સમજણ આપી જાય.
લાગણી મોહ એ જીવનની કેડી,પવિત્રકર્મના વર્તનથી જીવનમાં દેખાય
પવિત્ર્રરાહે ચાલવા પરમાત્માને વંદનકરી,શ્રધ્ધાભક્તિથી કૃપા મળી જાય
માનવ જીવનમાં નાકોઇ અપેક્ષા રાખતા,પ્રભુના પવિત્રદેહની કૃપા થાય
ભારતની ભુમીને પરમાત્માએ પવિત્રકરી,જે તેમના જન્મમરણથી દેખાય
....પરમાત્માની કૃપાએ માનવદેહ મળે જીવને,જે સમયની સમજણ આપી જાય.
મળેલદેહને પવિત્ર જીવનની જ્યોતમળે,જે પવિત્ર ભક્તિમાર્ગે દોરી જાય
શ્રધ્ધા રાખીને લીધેલ ઘરમાંજ ધુપદીપ કરતા,જીવપર પ્રભુની કૃપા થાય
પવિત્રરાહે જીવવા પ્રભુકૃપા મળે,જે વર્તનથી જીવનીજ્યોત પ્રગટાવીજાય
એ જીવનમાં પવિત્રકર્મની રાહઆપે,નાકળીયુગની કોઇ અસરઅડી જાય
....પરમાત્માની કૃપાએ માનવદેહ મળે જીવને,જે સમયની સમજણ આપી જાય.
****************************************************************
April 16th 2021
++
++
. .શ્રધ્ધાની પકડ
તાઃ૧૬/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય સમજીને ચાલતા માનવદેહને,ના કોઇજ આફત અડી જાય
પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,જયાં શ્રધ્ધાથી ભક્તિ થાય
.....જગતમાં માનવદેહની એજ પકડ છે,જયાં સમયને સમજીને કર્મ કરાય.
જીવને અવનીપર દેહ મળે,જે ગત જન્મના થયેલ કર્મથી મેળવાય
મળેલદેહને સંબંધ છે શ્રધ્ધાનો,જે પ્રભુની પવિત્રકૃપાથીજ સમજાય
જીવને સમયનો સ્પર્શ થાય,જે દેહથી થઈ રહેલ કર્મથી જ દેખાય
અદભુતકૃપા મળેલદેહપર,એ પરમાત્માનો પાવનપ્રેમ મળ્યો કહેવાય
.....જગતમાં માનવદેહની એજ પકડ છે,જયાં સમયને સમજીને કર્મ કરાય.
જીવને જન્મ મળતાજ દેહ મળે,જે અનેક સ્વરૂપથી સમજાઈ જાય
સમજણનો સંગાથ મળે જીવને,જે જન્મ થતાજ માનવદેહ મેળવાય
પરમાત્માની કૃપાજ મળે દેહને,જ્યાં શ્રધ્ધાની પકડથી ભક્તિ કરાય
સમય નાપકડાય કોઇથી જીવનમાં,પણ સમયસંગે ચાલતા કૃપાથાય
.....જગતમાં માનવદેહની એજ પકડ છે,જયાં સમયને સમજીને કર્મ કરાય.
###########################################################
April 14th 2021
##
##
. .શ્રીમતી લક્ષ્મીમાતા
તાઃ૧૪/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપાળુ માતા છે જગતમાં,જે શ્રીમતી લક્ષ્મીમાતાથી ઓળખાય
પવિત્ર પતિદેવ શ્રીવિષ્ણુ ભગવાન છે,એજ ભક્તોપર કૃપા કરાવી જાય
...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય.
પવિત્ર ભુમી ભારતમાં જન્મલીધો છે,સંગે શ્રીવિષ્ણુજી જીવનસાથી થાય
શ્રધ્ધાથી માતાની પુંજા કરતાજ,દેહને સંતાન આપી કુળને વધારી જાય
લક્ષ્મીમાતાને ધનલક્ષ્મીમાતા,વૈભવલક્ષ્મીમાતા,સંગે સંતાનલક્ષ્મી કહેવાય
મળેલ માનવદેહપરજ કૃપા કરતા,જીવનમાં સંતાનથી કુળને વધારી જાય
...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય.
પરમાત્માની કૃપાએ પવિત્રદેહલઈ,જગતમાં જીવોને પાવનરાહ આપીજાય
દુનીયામાં ભારતજ પવિત્રભુમી છે,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈ જાય
જીવને ગત જન્મના કર્મથી દેહમળે,જે માનવદેહને સમયસંગે ચલાવીજાય
માનવજીવનમાં ધન એ સુખ આપી જાય,જ્યાં માતાની પાવનકૃપા થાય
...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય.
===============================================================
April 3rd 2021

. .પવિત્ર પ્રેમ જ્યોત
તાઃ૩/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ પવિત્રકૃપા અવનીપર,જે માનવદેહને પાવનરાહે લઈ જાય
મળે પવિત્ર પ્રેમ જીવનમાં,એ મળેલદેહને સત્કર્મનો સંગાથ આપી જાય
....શ્રધ્ધાથી જીવનમા ભક્તિ કરતા,પરમાત્મા કૃપાએ પવિત્રપ્રેમ મળતો જાય.
માનવદેહને કર્મનો સંબંધ છે,જે જીવને મળતા દેહોને કર્મ કરાવી જાય
પાવનપ્રેમ મળે જીવનમાં,જે પવિત્રરાહે જીવતા માનવનો પ્રેમ મળીજાય
જીવનમાં માગણી કે નાકોઇ અપેક્ષા રહે,એજ નિખાલસ પ્રેમથી દેખાય
અવનીપર મળેલ માનવદેહને સંબંધ કર્મનો,જે પવિત્ર ભક્તિથી સચવાય
....શ્રધ્ધાથી જીવનમા ભક્તિ કરતા,પરમાત્મા કૃપાએ પવિત્રપ્રેમ મળતો જાય.
નિખાલસરાહે જીવનજીવતા દેહપર,ભગવાનની પાવનકૃપા દેહને મળીજાય
પવિત્ર પરમાત્માના દેહની માળાથી પુંજનકરતા,પરમ પવિત્રપ્રેમ મેળવાય
આંગણેઆવી પ્રભુનીકૃપા મળે,જે જીવનાદેહને પરિવારસહિત આનંદથાય
માનવદેહને નિખાલસ પ્રેમીઓનો સાથ મળે,જે તકલીફથી બચાવી જાય
....શ્રધ્ધાથી જીવનમા ભક્તિ કરતા,પરમાત્મા કૃપાએ પવિત્રપ્રેમ મળતો જાય.
=============================================================
April 2nd 2021
##
##
.ભક્તિનોજ સાગર
તાઃ૨/૪/૨૦૨૧. પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં અજબ પવિત્રદેશ ભારત છે,જેને પ્રેમથી હિંદુસ્તાન પણ કહેવાય
મળેલ માવવદેહના જીવને પવિત્રરાહમળે,જેહિંદુધર્મમાં શ્રધ્ધાથી પુંજન થાય
....એ પરમાત્માની પવિત્રકૃપા હિંદુ ધર્મપર,જે પવિત્રદેહથી જન્મ લઈ પધારી જાય.
દુનીયામાં પવિત્ર ભક્તિ હિંદુ ધર્મમાં છે,જે દુનીયામાં રહેતા દેહોથી દેખાય
પવિત્રધર્મની જ્યોત પ્ર્ગટાવી દુનીયામાં,જે સમયે હિંદુ મદીરોનેજ કરી જાય
શ્રધ્ધાભાવથી જીવન જીવતા હિંદુઓ,પવિત્ર ભક્તિની ગંગાનેજ વહાવી જાય
પરમકૃપા પરમાત્માનીછે જે ભારતની ભુમીમાં,જન્મલઈને પવિત્રકૃપા કરીજાય
....એ પરમાત્માની પવિત્રકૃપા હિંદુ ધર્મપર,જે પવિત્રદેહથી જન્મ લઈ પધારી જાય
હિંદુ ધર્મની જ્યોત પ્રગટી જગતમાં,જે અનેક પરમાત્માના દેહથી પ્રગટી જાય
દુનીયામાં પવિત્રદેશજ ભારત છે,જ્યાં જન્મથી દેહ મળે જીવનમાં પુંજા કરાય
શ્રધ્ધાથી ઘરમાં પૂંજા કરતા સમય સચવાય,દેહપર પરમાત્માની પાવનકૃપાથાય
અનેક જન્મલીધો છે પરમાત્માએ,જગતમાં પવિત્રધર્મથી ભક્તિનોસાગરવહીજાય
....એ પરમાત્માની પવિત્રકૃપા હિંદુ ધર્મપર,જે પવિત્રદેહથી જન્મ લઈ પધારી જાય.
પવિત્ર દેહથી પધાર્યા ભારત દેશમાં,જે અનેક દેવ અને દેવીઓથી જન્મી જાય
હિંદુ ધર્મને પવિત્રધર્મ કર્યો અવનીપર,જેમાં પવિત્ર અનેકદેહથી પ્રભુ આવીજાય
પરમાત્માના પવિત્રનામની માળા કરીને,ભાવનાથી હિંદુધર્મમાં ધુપદીપથી કરાય
પ્રભુની પાવનકૃપા મળે જીવનમાં,જે સત્કર્મથી જીવતા જીવને મુક્તિ મળી જાય
....એ પરમાત્માની પવિત્રકૃપા હિંદુ ધર્મપર,જે પવિત્રદેહથી જન્મ લઈ પધારી જાય.
##################################################################
February 25th 2021
##
##
. .સમયનો સ્પર્શ
તાઃ૨૫/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિરપુરના વાસી શ્રીજલારામે આંગળી ચીંધી,ના કોઇથી સમયને છોડાય
મળેલદેહથી સમય સમજીને ચાલતા,જીવપર પરમાત્માની કૃપા થઈ જાય
.....પવિત્રરાહે ચાલતા જલારામ,અન્નદાન કરીને નિરાધારીઓને બચાવી જાય.
પાવનકર્મ કરવા પ્રભુકૃપાએ,પત્નિવિરબાઇ જીવનમાં સંગાથ આપી જાય
મોહ અને માયાને દુર રાખતા જીવનમાં,પરમાત્માની પાવનરાહ મેળવાય
સમયની સાથેચાલતા કાકાની દુકાનમાથી,ભોજનની વસ્તુઓ આપી જાય
ખોટી નજર મળી પડોશીને,જે ઇર્ષાએ જલારામની ખોટી રાહ કહી જાય
.....પવિત્રરાહે ચાલતા જલારામ,અન્નદાન કરીને નિરાધારીઓને બચાવી જાય.
જીવનમાં નાકોઇથી સમયથી છટકાય,સમયસમજીને ચાલતા પ્રભુકૃપા થાય
ધર્મની પાવનરાહ પકડી જીવનમાં,નામંદીર,મસ્જીદ,ચર્ચને જીવનમાં શોધાય
પવિત્રશ્ર્ધ્ધાથી પત્નિએ સાથઆપ્યો,ત્યાં પ્રભુ ઝોળીઝંડો આપી ચાલી જાય
જગતમાં સંસારી ભક્ત થયા જલારામ,ના જીવનમાં દેખાવની રાહ મેળવાય
.....પવિત્રરાહે ચાલતા જલારામ,અન્નદાન કરીને નિરાધારીઓને બચાવી જાય.
*************************************************************
February 15th 2021

. ભોળા ભંડારી
તાઃ૧૫/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હર હર ભોલે મહાદેવથી ભજન કરતા,ભોલેનાથની કૃપા મળી જાય
પવિત્રકૃપા શંકર ભગવાનની મળે,જગતમા અનેકનામથી ઓળખાય
.....એ પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
ભોળા ભંડારી કહેવાય ભગવાનને,જે ભક્તોને અનેકકૃપાથી સમજાય
ૐ નમઃ શિવાય સંગે દુધ અર્ચનાકરી,શિવલીંગને ધુપદીપથી પુંજાય
પવિત્રદેહ પરમાત્મા એ લીધો,જે સંગે માતાપાર્વતીના પતિ કહેવાય
અવનીપરના આગમનથી પાવનકર્મ થાય,જે ભક્તિમાર્ગ બતાવીજાય
.....એ પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
હિંદુ ધર્મને ઉજવળ કરવા ભગવાનની કૃપા,જે અનેકદેહથી મેળવાય
નિર્મળ ભાવથી ભક્તિ કરતા કૃપામળે,એ મળેલદેહને પવિત્રકરી જાય
પરમાત્માના કુળને આગળ લઇજવા,દીકરા ગણેશ કાર્તિક જન્મી જાય
સંગે અશોકસુંદરી એ દીકરી જન્મી જાય,જે ભોલેનાથના સંતાનકહેવાય
.....એ પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
************************************************************
,