શું કરું ??
                             શું કરું ??
૨/૪/૨૦૦૮                                પ્રદીપ બ્રહ્મભટ્ટ
હૈયામાં હેત નહીં
        મનમાં વિશ્વાસ નહીં
                   જીવનમાં ઉજાસ નહીં
                            કામમાં લગાવ નહીં…..તો શું કરું
ગાડીમાં પેટ્રોલ નહીં
        દીવામાં તેલ નહીં
                    ઘરમાં વિજળી નહીં
                             વ્હીલમાં હવા નહીં……તો શું કરું
પાકીટમાં પૈસા નહીં
        જીભને લગામ નહીં
                     ખેતરમાં પાણી નહીં
                           તાળાની ચાવી નહીં…..તો શું કરું
ચશ્મામાં કાચ નહીં
        પંખીને પાંખો નહીં
                    ભક્તિમાં શ્રધ્ધા નહીં
                             સંતોમાં જ્ઞાન નહીં……તો શું કરું
આંખોમાં તેજ નહીં
        બાહુમાં તાકાત નહીં
                   મિત્રોમાં સ્નેહ નહીં
                           દુઃખમાં લાગણી નહીં….તો શું કરું.
???????????????????????????????????????????????