May 20th 2008

બેની આવી બારણે

                       shakuben-aaje.jpg      

                        બેની આવી બારણે
૨૦/૫/૨૦૦૮                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

બેની મારી બારણે આવી લઇને હૈયે હેત
               મનડું મારું ખુબ મલકાતું જેની પર નહીં બ્રેક
લાગણી દેતી મુજને બેની બાળપણથી અનેક
              નસીબવંતો હુંજગમાંજાણે મળીમને બેન એક
પ્રેમ લઇને આંગણે આવી આંખો ભીની થઇ
                માની લાગણી સાથે લઇને પ્રેમ કરતી અહીં
આદરમાન દેતા સાથે ચરણે નમતા સૌ
                વડીલમારાને પ્રેમઅમોને દેતામાબાપ જેવો
હૈયા અમારા ઉભરાતા ત્યાં પ્રેમે પ્રેમ દેતા
                જોઇને સ્નેહ અમારો સામે સાગર પ્રેમ લેતા
દુન્યવી આ જગતમાં પ્રેમ તો ખોબે મળશે
                સાચો સ્નેહને સાચી લાગણી થોડી જગ દેશે
આવ્યા આજે રહેજો સંગે હૈયે હેત ધરજો
                માગણીમનથી બેનથી મારી પ્રેમઅમને દેજો
સુખદુઃખ જગમાંજો જુઓ તો હાક ભાઇનેદેજો
                હેતલઇ ભાઇ દોડતોઆવશે પ્રેમનો લઇપટારો.

૦૯૯૯૦૯૯૦૦૯૯૦૯૦૯૯૦૯૯૯૯૦૯૯૯૯૯૦૦૯૦૯૦૯૯૯૦૦૯૯૦૯

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment