જન્મદીન છે આજે

                          જન્મદીન છે આજે
                 જન્મ તાઃ૫/૬/૧૯૪૯ આણંદ.
તાઃ૫/૬/૨૦૦૮                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજનો દીન લાગે મસ્ત છે,મન ઉમંગથી જાણે વ્યસ્ત છે
સાથ સથવારથી આવે આનંદ છે, લાગી પ્રીતને સુગંધ છે

કહીદઉ આપને પ્રેમેસાંભળો,છે આજનોદીન મારોજન્મદીન
પગે લાગ્યો જલારામને,કહું છુ તમને મારાજીવનમાંરંગ છે
સમાગમ સંતનો ને પ્રેમે ભજતો, સદા જલાસાંઇમાં મન છે

આવી આંગણે પ્રેમે પોકારજો,ને સ્નેહ સાથે ઉમંગે હરખાશો
મળશે હેત ને માનવપ્રેમ,નાખોટ તમને અહીં સુખે સજાવશે
સુખસાગરના  આવી કિનારે, મળશે સ્નેહ ને મનડું  ઉભરાશે

જન્મદીન તો જરુર લાગશે, જ્યાં હૈયે હેત સગા લઇ આવશે
રવિને હૈયે પપ્પાનો પ્રેમ,ને દીપલનિશીતની માયામાં હેત
રમાનો  સથવાર  જીંદગીથી, જીવન ઉજ્વળ જલા ભક્તિથી

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

One Response to “જન્મદીન છે આજે”

  1. Vijaykumar Shah Says:

    જન્મ દિવસ આ આવે વારં વાર એજ મિત્રની આશ
    સુખ તંદુરસ્તીને હસતુ કુટુંબ એ જીવન ની મોટી હાશ

Leave a Reply


 Type in