October 8th 2008

સવાર સાંજ

 …………….. …….. સવાર સાંજ

તાઃ૨૭/૯/૨૦૦૮ …….        ……..પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળશે જીવને હામ, જ્યાં ભક્તિ પ્રેમથી થાય
નિરાકારની કૃપાથાય,ને જીવ કૃપાએ હરખાય
જ્યાં સવારસાંજ ભક્તિરેલાય,સદાસ્નેહ વર્ષાય
  ………………………………………….મળશે જીવને હામ

મનથીમાળા,મોહ નાકાયાનો,મનમુક્તિએ વર્તાય
સકળ વિશ્વના વિશ્વવિધાતા, આંગણે આવી જાય
સુરજઉગતા જ્યાંસવારથાય,પખીકલરવેમલકાય
માનવજીવન મહેંકીઉઠે,જ્યાંમહેનતે મનલલચાય
…………………………………………….મળશે જીવને હામ

સંધ્યાકાળે સ્નેહ મળે ને માતાપિતા પણ હરખાય
આથમતા સુરજને નિરખીને,આરાધ્ય દેવ પુજાય
સાંજ પડૅ ત્યાં માનવી સાથે પ્રાણીપશુ ઘેર જાય
આનંદમેળવી ઉજાસ જીવનની સવારસાંજ દેખાય
…………………………………………….મળશે જીવને હામ

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment