October 31st 2008

કેલ્શીયમ મળ્યું

                            કેલ્શીયમ મળ્યું                        

તાઃ૩૧/૧૦/૨૦૦૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કેલ્શીયમ કેલ્શીયમ કરતો તો ત્યાં કેળુ સામે દીઠુ
ખાવા માડ્યુ પ્રેમથી જ્યારે,કૅલેરી મળી ગઇ ત્યારે
                               ……..ભઇ કેળુ કેલ્શીયમ આપે
સ્ફગેટીની જરુર ના મારે,સલાડ મળ્યુ અહીં જ્યારે
પીકલ થોડું કાપી લીધુ, ને પૅપર હૉટ થવા કાજે
ઑલીવ જોઇને ટાઢક લીધી,ના જાંબુ શોધુ આજે
કૅબેજ લીધુ મેં શૉશ સાથે,  ને લેટસ કાપી લીધુ
મીલ્ક મલ્યું ત્યાં નજર  સુધરી, ને કૉફી કૅફ માટે
સુગરની લીધી પડીકી હાથે ને ચાની પકડી પત્તી
                            ……..ભઇ સલાડ સારી સેહદ આપે
કુકી કેરી માગણી કરતાં, ભઇ બીસ્કીટ સામે દીઠા
ચીપ્સને જોતા હાશ દીઠી ત્યાં ગેસની ગરબડથઇ
બર્ગરજોયા ટોસ્ટરમાં,ત્યાંઅમુલબટરનીયાદઆવી
એપલ ખાતા આયર્ન મળશે ને ચેસ્ટ્નીકળશેબહાર
મળી ગયુ જ્યાં કૅલ્શીયમ પણ વિટામીનના મળતું
લીધી હાથમાં ટૅબલૅટ, ત્યાં સેહદ  ઉભરી છે આજે 
                              …….ભઇ વાઇટામીન શક્તિ આપે

//////////////////////////////////////////////////////////////////////////////////////////

October 31st 2008

રહેમ નજર

                               રહેમ નજર

તાઃ૧૦/૧૦/૨૦૦૮                               પ્રદીપ બ્રહ્મભટ્ટ
શેરડી ગામ પર પડી દ્રષ્ટિ ત્યાં પરમાત્માની રહેમ મલી
જ્યોત જગાવી કૃપા કરી ત્યાં સાંઇબાબાની જ્યોત જલી
                               ….. આતો અલ્લાની રહેમ નજર થઇ

પ્રેમ દીસે ને પ્રેમ મળે જ્યાં માનવ જીવન સંગાથ ફરે
આવતા મળતા જગતજીવોનું ઉજ્વળજીવન મહેંકી રહે
હૈયાથી નીરખી હામ મળે ત્યાં મનડાં પ્રેમથી  દીપી ઉઠે
નાતજાતનો ના સથવારો કોઇને શેરડી ગામે પ્રેમે મળે
                                …..આતો અલ્લાની રહેમ નજર થઇ

સંત શેરડીના સાંઇબાબા જે પ્રેમથી સૌમાં સમાઇ ગયા
ના કહે હિન્દુ કોઇ કે ના કોઇ મુસ્લીમ કે કોઇ ઇસાઇ
પ્રેમથી સૌમાં વસી ગયા અલ્લાહ, ઇસુ ને રામકૃષ્ણ
બાબાએ દીધી ભક્તિ પ્રેમની ના જેમાં ના સ્વાર્થ દીસે
                            ….. આતો અલ્લાહની રહેમ નજર થઇ.

=========================================

October 31st 2008

કાગવાસ

                           કાગવાસ
તાઃ૧૨/૧૦/૨૦૦૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાળા રંગનો કાગડો, તોય ધોળા કામ કરે
       કાળા રંગની કોયલ, જગમાં સૌના મન હરે
         …….કા કા કાગડો કરે ને કોયલ કુઉ કુઉ કરતી જાય.
કાયા કાળી કાગડાની, તોય દુઃખમાં સાથદે
       કાકા કરતો જાય જગે, ને ઉજ્વળ મન રાખે
કોયલના મધુર સ્વરમાં સવાર મધુરી મળે
       મોહક મધુર અવાજથી,દુનીયા જાણે મુગ્ધબને
          …….કા કા કાગડો કરે ને કોયલ કુઉ કુઉ કરતી જાય.
કુદરતની અકળ લીલા ના માનવી સમજે
       ધોળા કપડાં પહેરીને જગે રોજ કાળા કામ કરે
મૃત્યુ પામે માનવી,દેહ ધરતી ને ત્યજે
       અજબ ઇશ્રરનીલીલા મુક્તિ કાગવાસથી જ મળે
           …….કા કા કાગડો કરે ને કોયલ કુઉ કુઉ કરતી જાય
ના ભાવતું હોય છતાં કાગે માનવતા વસે
      ખાય નાખેલું અન્નએ ને પરમાત્મા જીવે કૃપા કરે
માનવતાની મહેંક શોધવા માનવ જગે ભટકે
       મુક્તિ દેવા જીવને કાળા કાગડાની એ મહેંર શોધે
           …….કા કા કાગડો કરે ને કોયલ કુઉ કુઉ કરતી જાય

=====================================================

October 31st 2008

વિનંતી સ્વીકારો

                       વિનંતી સ્વીકારો

તાઃ૩૦/૧૦/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ધનતેરસના ધનનેવિનવું,પ્રેમથી આપ પધારો
જગજીવનને  મુકી કિનારે, જીવને આપ ઉગારો
                          ……….એવી વિનંતી આજ સ્વીકારો.
આંગણે આવ્યા આપ અમારે કંકુ ચોખાથી વધાવુ
ઉજ્વળ જીવન કરવા કાજે,હું મન પ્રભુમાં લગાવું
આવ્યા આજે,રહેજો સાથે,મનથીભક્તિ કરવા કાજે
માનવદેહને  મુક્તિ દેજો, ને પ્રેમે જીવને  ઉગારો
                          ……….એવી વિનંતી આજ સ્વીકારો.
માયાના બંધન તો વળગે, જન્મ મળતાની  સાથે
કામણકાયા ને નાશ્વંત જીવન,વળગે જીવને ત્યારે
માગુ પ્રેમની ભક્તિ જીવથી, થાય સદ જીવ કાજે
દ્વાર હ્રદયના ખુલ્લા કરજો,મુક્તિમાં દેજો સહાય
                          ……….એવી વિનંતી આજ સ્વીકારો.
મનનોમેળના ધનથી થાતો,જ્યાં વળગી છે માયા
સાચીશ્રધ્ધા ને ભક્તિ સાથે,મનથી દઉ સેવાસાથે
આચમન પ્રેમથી કરીએ, સ્વીકારજો પ્રેમ અમારો
આંગણે આવ્યા પ્રેમથી રહેજો,શ્રધ્ધા સાચિ રાખી
                          ……….એવી વિનંતી આજ સ્વીકારો.

////////////////////////////////////////////////////////////////////////////////