October 31st 2008

કાગવાસ

                           કાગવાસ
તાઃ૧૨/૧૦/૨૦૦૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાળા રંગનો કાગડો, તોય ધોળા કામ કરે
       કાળા રંગની કોયલ, જગમાં સૌના મન હરે
         …….કા કા કાગડો કરે ને કોયલ કુઉ કુઉ કરતી જાય.
કાયા કાળી કાગડાની, તોય દુઃખમાં સાથદે
       કાકા કરતો જાય જગે, ને ઉજ્વળ મન રાખે
કોયલના મધુર સ્વરમાં સવાર મધુરી મળે
       મોહક મધુર અવાજથી,દુનીયા જાણે મુગ્ધબને
          …….કા કા કાગડો કરે ને કોયલ કુઉ કુઉ કરતી જાય.
કુદરતની અકળ લીલા ના માનવી સમજે
       ધોળા કપડાં પહેરીને જગે રોજ કાળા કામ કરે
મૃત્યુ પામે માનવી,દેહ ધરતી ને ત્યજે
       અજબ ઇશ્રરનીલીલા મુક્તિ કાગવાસથી જ મળે
           …….કા કા કાગડો કરે ને કોયલ કુઉ કુઉ કરતી જાય
ના ભાવતું હોય છતાં કાગે માનવતા વસે
      ખાય નાખેલું અન્નએ ને પરમાત્મા જીવે કૃપા કરે
માનવતાની મહેંક શોધવા માનવ જગે ભટકે
       મુક્તિ દેવા જીવને કાળા કાગડાની એ મહેંર શોધે
           …….કા કા કાગડો કરે ને કોયલ કુઉ કુઉ કરતી જાય

=====================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment