October 26th 2008

બજરંગબલી હનુમાન

                   

                     બજરંગબલી હનુમાન     

તાઃ૨૬/૧૦/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ બજરંગબલી હનુમાન, તમારા ગુણલાં અપરંપાર
તમો છો ભક્તોના આધાર, તમારી ભક્તિ છે નિરાકાર
                             ……….. ઓ બજરંગબલી હનુમાન

ગદાધરી છે હાથે જેકરે પાપનો નાશ વ્હાલા ભક્તોકાજ
સિંદુર ધરી લીધો દેહે જે પ્રભુ રામને રાજી કરવા માટે
કર્યો દુષ્ટોનો સંહાર જગતમાં પ્રભુ ભક્તિ રાખવા સાટે
અખંડ રામનામ સ્મરાય ને અનંત હૈયે  આનંદ થાય
                              ……….. ઓ બજરંગબલી હનુમાન

આવ્યો બજરંગબલીનોદીન,થાય રધુવીરરામથીપ્રીત
કાળી ચૌદસની સાંજ ભાગે ભુત પલીત ઘર બહાર
શ્રીફળના સહવાસે ને તેલના પવિત્રદીવે પ્રભુ ભજાય
બોલે બજરંગબલી  ની જય  રહેના પીડા  ભક્તો સંગ
                              ……….. ઓ બજરંગબલી હનુમાન

——————————————————————————————-

October 26th 2008

ધનતેરસ

                  

                             ધનતેરસ

તાઃ૨૬/૧૦/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

આસો માસની અજવાળી રાત વીતીને અંધારા પથરાય
પવિત્ર હિન્દુ ધર્મ જગતમાં  આસો પવિત્ર માસ કહેવાય
                           …… જગતમાં આસો માસ પવિત્ર કહેવાય
સુદએકમના પવિત્રદીને,બહેનો માતાને રાજી કરવા જાય 
નવરાત્રીના નવલાં દીવસોમાં, માતાજી જગતમાં હરખાય
માતાજીના આંગણે આવી, શુધ્ધ  ભાવથી ગરબે ઘુમે નાર
પામવા માની કૃપા જગતમાં,વ્રતોનાવહેણમાં સૌ મલકાય
                           …….જગતમાં આસો માસ પવિત્ર કહેવાય
શ્રાવણમાસની ઉજ્વળ સીમા પાર કરો ત્યાં ભાદરવો દેખાય
શ્રધ્ધા સ્નેહને પ્રેમની જ્વાળામાં ન્હાતા પાવન મનડાં થાય
પ્રભુ પ્રાર્થના ને હરિ  ભક્તિમાં જીવન ઉજ્વળ  સદાય  થાય 
માગતા માયા પ્રભુ ભક્તિની જે  જીવને મુક્તિ દેશે  તત્કાળ
                           …….જગતમાં આસો માસ પવિત્ર કહેવાય
અગ્યારસ નો દીન વીતે પછી વાઘબારસ પણ ઉજવાય
જગ સૃષ્ટિની પ્રણેતા મા લક્ષ્મીની પુંજા ધનતેરસે થાય
પંચામૃતથી સ્નાન કરાવી માની મનથી ભક્તિ છે કરાય
કંકુચોખા હાથમાં લઇને બારણે મા આવકારી ચાંલ્લાથાય
                           ……જગતમાં આસો માસ પવિત્ર કહેવાય

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

October 26th 2008

ઓ દુનીયાના દાતાર

                                         

                         ઓ દુનીયાના દાતાર    

તાઃ૨૫/૧૦/૨૦૦૮                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ દુનીયાના દાતાર,તમારી કરુ પ્રાર્થના લગાર
મારા હૈયે દેજો હેત, જગે જીવન કરજો  મારુ નેક
                                    ……..ઓ દુનીયાના દાતાર

રોજ સવારે પુજન કરતો,ને અર્ચના કરતો લગાર
આત્મામાં મને પ્રેમદેજો,ને કરજો જીવનો ઉધ્ધાર
લગીર મને ના મોહ, દેજો શોધે તેને પ્રેમે અપાર
માયાના બંધન છોડીને,ગાવા છે જલાના ગુણગાન
                                     ……..ઓ દુનીયાના દાતાર

મનને શાંન્તી મળતી ત્યારે,જ્યાં પ્રભુ આરતી ગવાય
મંજીરા તાલમળે ઘંટડીથી,ને શબ્દ સ્વરે છે ગુણગાન
ધબકારાના સ્પંદનમાં ,જલાસાંઇ  જલાસાંઇ  સંભળાય
ઉજ્વળ જીવનદીસે જગતમાં,નેપ્રદીપ રમા હરખાય
                                         ……..ઓ દુનીયાના દાતાર

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++