October 28th 2008

છેલ્લો દીવસ

                                                 છેલ્લો દિવસ

તાઃ૨૭/૧૦/૨૦૦૮                                                                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

 

       જીવને જગત પર દેહનુ અસ્તિત્વ મળે ત્યારથી છેલ્લા દિવસનો સંબંધ જાણે

અજાણે  પણ તેની સાથે બંધાયેલ  છે, ચાહે તે મનુષ્ય, પશુ, પક્ષી, પ્રાણી કે જળચર

હોયપરમાત્માની અસીમ લીલા છે, જેને મનુષ્ય કોઇ પણ રીતે પારખી શકતો

નથી. માનવી પોતાની બુધ્ધિના આધારે પર્વત, આકાશ કે પાતાળમાં પહોંચી જાય

તોપણ પોતાનું અસ્તિત્વ  પોતે શોધી શકતો નથી.

         

 છેલ્લો દીવસ ………….. ક્યાં નથી આવતો

 

#   લગ્ન થતાં દીકરીનો માબાપને ત્યાં દીકરી તરીકે નો છેલ્લો દીવસ આવે કારણ

     હવે તે પત્ની થઇ,પારકાની  થાપણ થઇ.

#   પ્રસુતીની પીડાનો છેલ્લો દીવસ એટલે બાળકનો જન્મ જે જન્મદાતાને માનુ

      સ્થાન મળે.

#   શીશુવિહારમાંથી પાસ થતાં શીશુવિહારનો છેલ્લો દીવસ.

#   હાઇસ્કુલમાંથી પાસ થતાં હાઇસ્કુલનો છેલ્લો દીવસ.

#   શરીરમાંથી જ્યારે જીવ નીકળી જાય એટલે કે અવસાન થાય તો તે શરીરનો

     છેલ્લો દીવસ.