October 12th 2008

કાગવાસ

                          કાગવાસ                      

તાઃ૧૨/૧૦/૨૦૦૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાળા રંગનો કાગડો, તોય ધોળા કામ કરે
        કાળા રંગની કોયલ, જગમાં સૌના મન હરે
           …….કા કા કાગડો કરે ને કોયલ કુઉ કુઉ કરતી જાય.
કાયા કાળી કાગડાની, તોય દુઃખમાં સાથદે
        કા કા કરતો જાય જગે, ને ઉજ્વળ મન રાખે
કોયલના મધુર સ્વરમાં સવાર મધુરી મળે
        મોહક મધુર અવાજથી,દુનીયા જાણે મુગ્ધબને
            …….કા કા કાગડો કરે ને કોયલ કુઉ કુઉ કરતી જાય.
કુદરતની અકળ લીલા ના માનવી સમજે
        ધોળા કપડાં પહેરીને જગે રોજ કાળા કામ કરે
મૃત્યુ પામે માનવી,દેહ ધરતી ને ત્યજે
       અજબ ઇશ્રરનીલીલા મુક્તિ કાગવાસથી જ મળે
            …….કા કા કાગડો કરે ને કોયલ કુઉ કુઉ કરતી જાય
ના ભાવતું હોય છતાં કાગે માનવતા વસે
       ખાય નાખેલું અન્નએ ને પરમાત્મા જીવે કૃપા કરે
માનવતાની મહેંક શોધવા માનવ જગે ભટકે
       મુક્તિ દેવા જીવને કાળા કાગડાની એ મહેંર શોધે
            …….કા કા કાગડો કરે ને કોયલ કુઉ કુઉ કરતી જાય

=====================================================

October 12th 2008

ભક્તિ એક શ્રધ્ધા

                   

                           ભક્તિ એક શ્રધ્ધા

તાઃ૧૨/૧૦/૨૦૦૮                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

નામજાતના ના કોઇ બંધન,કે ના માટીનો કોઇ રંગ
અંતરમાં જ્યાં લાગે છે  ભક્તિ, હૈયે સદા રહે ઉમંગ
                                    ………નામ જાતના ના કોઇ 

જન્મ મળે  જ્યાં અવની પર, માનવી  મન મળી ગયું
શાંન્તિ જગમાં ના શોધીએ જ્યાં હૈયેભક્તિ છે સમજાય
માયામળી પ્રભુ ઇસુની,પણ પ્રેમ માઅંબાનો મળીજાય
અંતરમાં આનંદપણ થાય,જ્યાં શીવશક્તિની પુજાથાય
                                   ………નામ જાતના ના કોઇ

લીધી માળા માયાની જગમાં,ને નમન માતાજીને કીધા
ભક્તિના સંસ્કાર મળ્યા જ્યાં,લાગી મંદીરની ત્યાં માયા
પ્રેમમળે મનને મંદીરમાં,ના બીજી કોઇ મને અભિલાષા
જીવન દિસે ઉજ્વળ ભક્તિમાં, એ જ અંતરમાં છે આશા
                                  ………નામ જાતના ના કોઇ

શ્રધ્ધા મનમાં હતી જ્યારથી, શીવશક્તિની મળી છાયા 
નાત જાતના ભેદ ભુલીને, શરણે માઅંબાને દીધી કાયા
આવી આજે હું પ્રભુના શરણે,મળે મને જીવનમાં શાંન્તિ
દેજો કૃપા ને દેજો આશીશ, મા મુક્તિ પ્રેમથી મને દેજો
                                 ………નામ જાતના ના કોઇ

————————————————————————————-
          

            By birth she is American but she comes to this Shiva Mandir  in Houston. On NavratrI Utsav she came to temple with Prasad for mataji. This is her love to the God. This means GOD is ONE, only different NAMES.