October 10th 2008

ભોળાના ભોલેનાથ

               bholebaba.jpg                  

              ભોળાના ભોલેનાથ

તાઃ૯/૧૦/૨૦૦૮ ……. ………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ ભોળાના ભગવાન, તમારી ભક્તિ કરુ અપાર
ઓ ભોલેનાથ ભગવાન, કરો મુજ જીવનો ઉધ્ધાર
…………………….. ……………………ઓ ભોળાના ભગવાન.
શિરે ચંન્દ્ર ધર્યોને હાથેડમરુ,જોઇ ભક્તોરાજીથાય
કરુણા માગે ભક્તિકાજે,તરવા નાશ્વંત આ સંસાર
                        …………………..ઓ ભોળાના ભગવાન.
સ્નેહ તમારો ઓ ગૌરીશંકર,જપુ હું પ્રેમે શીવશંકર
મનથી માળા કરુ હું, જીવન ઉજ્વળ કરવા રટું હું
…………………….  ……………………ઓ ભોળાના ભગવાન.
છે ગજાનંદ પુત્ર અનોખા,મને માનજો પુત્ર તમારો
શીવશક્તિની ના કોઇ સીમા,કરજો કૃપા ભક્તિકાજ
………………………  ………………….ઓ ભોળાના ભગવાન.
કરુ તમારી નિશદીનસેવા,ના જોઇએ મારેકોઇ મેવા
મળે જીવને મુક્તિ અંતે, વળગે ના કાયાઆ જીવને
……………………..  …………………..ઓ ભોળાના ભગવાન.
પાર્વતી પતિ પરમેશ્વર,મળી કૃપા માબાપની જીવને
માનજો મનેભક્ત તમારો, નામાગુ વૈભવે કોઇવધારો
……………………..  …………………..ઓ ભોળાના ભગવાન.
ઓ શક્તિના છો ભંડાર, પ્રેમે કરુ જીવે ભક્તિ અપાર
હિંમત માગું ભક્તિ કાજે, કરજોમાફથાય ભુલ લગાર
………………………………….  ……..ઓ ભોળાના ભગવાન.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ