October 8th 2008

સવાર સાંજ

 …………….. …….. સવાર સાંજ

તાઃ૨૭/૯/૨૦૦૮ …….        ……..પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળશે જીવને હામ, જ્યાં ભક્તિ પ્રેમથી થાય
નિરાકારની કૃપાથાય,ને જીવ કૃપાએ હરખાય
જ્યાં સવારસાંજ ભક્તિરેલાય,સદાસ્નેહ વર્ષાય
  ………………………………………….મળશે જીવને હામ

મનથીમાળા,મોહ નાકાયાનો,મનમુક્તિએ વર્તાય
સકળ વિશ્વના વિશ્વવિધાતા, આંગણે આવી જાય
સુરજઉગતા જ્યાંસવારથાય,પખીકલરવેમલકાય
માનવજીવન મહેંકીઉઠે,જ્યાંમહેનતે મનલલચાય
…………………………………………….મળશે જીવને હામ

સંધ્યાકાળે સ્નેહ મળે ને માતાપિતા પણ હરખાય
આથમતા સુરજને નિરખીને,આરાધ્ય દેવ પુજાય
સાંજ પડૅ ત્યાં માનવી સાથે પ્રાણીપશુ ઘેર જાય
આનંદમેળવી ઉજાસ જીવનની સવારસાંજ દેખાય
…………………………………………….મળશે જીવને હામ

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

October 8th 2008

સૅલ ફોન

………………….  સૅલ ફોન

તાઃ૭/૧૦/૨૦૦૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સૅલ ફોન મેં સેલમાં લીધો,
…………………  અડધા ભાવે દુકાને જઇ
આનંદ હૈયે એટલો થાય,
                      કે ના માતો એ હૈયા મઇ
 …………………………………….   ……….સૅલ ફોન મેં

લાવ્યો જ્યારથી વાપરુ ત્યારથી
                મઝા આવતી હાથમાં ફરતો લઇ
હલો હલો કહેતો હતો પહેલાં હું
…………….  હવે હાય બાય કહેતો થયો અહીં
  ……………………………………………..સૅલ ફોન મેં 

મસ્તી સાથે ખીસ્સામાં રાખતો અહીં
…………….  રીંગ વાગે ત્યાં હાય હું કહેતો ભઇ 
બટન દબાવતાં લફરાં વધ્યા કંઇક
                કોણબોલે નાસમજુ તોયબબડતોઅહીં 
……………………………………………..    ….સૅલ ફોન મેં

મહીનો થયો બીલમેં દીઠુ ટપાલમાં ભઇ
…………..    આવક કરતા જાવક વધુ દેખાઇ ગઇ 
બીલ જોતાં ફોન મેં લીધો વાત કરવા જઇ
…….    પાવર નાદેખાય ફોનપર બેટરીબગડીગઇ
 ……………………………………………..   …….સૅલ ફોન મેં 

ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ